News Updates
VADODARA

નર્મદા નદી ગાંડીતૂર બનતા 25 ગામો એલર્ટ:વડોદરામાં મોડી રાત્રે NDRFની ટીમે ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યૂ કર્યું; 3 તાલુકાના 1487 લોકોનું સ્થળાંતર; મહી નદીના કિનારે ન જવા કલેકટરની અપીલ

Spread the love

હવામાન વિભાગની અગાહીના પગલે ગત રોજથી વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે આખો દિવસ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તો મોડી સાંજથી આખી રાત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે વડોદરાના કરજણ, ડભોઇ અને શિનોર તાલુકાના ગામડાઓમાં નીચાણવાળા સ્થળે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. ગત મોડીરાત્રે વડોદરાના કરજણ તાલુકાના નાની સ્યાર ગામમાં ફસાયેલ 16 વ્યક્તિઓનું NDRF દેવદૂત બની રેસ્ક્યૂ કર્યું હતું. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાંથી 1487 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

આ ઉપરાંત કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, તેથી મહી નદી આસપાસ આવેલા વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદીના કિનારે ન જવા વડોદરા કલેકટર અતુલ ગોરેએ વિનંતી કરી છે.

10 બાળકોને સુરક્ષિત રેસ્ક્યુ
ગત રોજથી શરૂ થયેલ વરસાદના કારણે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની ખૂબ આવક થઈ છે. જેના કારણે નર્મદા નદીમાંથી પાણી છોડતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકાના નીચાણવાળા ગામોમાં અસર સર્જાઈ છે. ગઈકાલે મોડી રાત્રે ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના 11 ગામોમાંથી 1110૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી 9, નદેરિયામાંથી 17, શિનોરના દિવેર (મઢી) 24, બરકાલના 7, માલસરના 84, કરજણ તાલુકાના પુરામાંથી 600, આલમપુરાના 180, લીલાઇપુરાના 25, ઓઝના 24, નાનીકોરલના 130 અને શાયરના 10 સહિત કુલ 1110 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, તેથી મહી નદી આસપાસ આવેલા વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદીના કિનારે ના જવા વડોદરા કલેકટર અતુલ ગોરે વિનંતી કરી છે.

બે કલાકની ભારે જહેમત બાદ 16 લોકોનું રેસ્ક્યૂ
રાજ્યના વિવિધ વિસ્તરોમાં NDRF 6 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. ગત મોડી રાત્રે SDM કરજણ તરફથી માહિતી મળી હતી કે, નાની સ્યાર ગામમાં પાણી ભરાઈ જવાથી 8થી 9 લોકો ફસાયા છે. આ માહિતી મળતાની સાથે NDRF 6 વહેલી સવારે બે કલાકની ભારે જહેમત બાદ 16 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મળી હતી. આ કામગીરી સ્થાનિક ધારાસભ્ય અને એસડીએમ કરજણની હાજરીમાં નાની સ્યાર ગામમાં 16 વ્યક્તિઓ (પુરુષ -5, સ્ત્રી-1, બાળક-10)ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

કેવડિયામાંથી 24 લોકોનું રેસ્ક્યૂ કરાયું
આ સાથે નર્મદા નદીમાં ગત રોજથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગાંડીતુર બની છે. નર્મદા જિલ્લાના નીચાણવાડા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિને જોતા જ નીચાનાવાળા વિસ્તારોને સલામત સ્થળે જવા માટે અવારનવાર તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ ગત મોડી રાત્રે નર્મદા ડીવાયએસપી દ્વારા NDRFને મળેલી માહિતી મુજબ કેવડિયા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક લોકો ફસાયા છે. તાત્કાલિક સ્થળ પર પોહચી ટીમે એકતા નગર કેવડિયા ખાતે કુલ 24 લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા. જેમાં શિશુ-1, બાળ-2, સ્ત્રી-8, પુરુષ-13નું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વિવિધ જિલ્લામાં NDRF તૈનાત
આ સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ અગાહીના પગલે NDRF 6 બટાલિયન રાજ્યના વિવિધ વિસ્તરીમાં 5 ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ, વડોદરા, નર્મદા, જૂનાગઢ અને રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકનું હવામાનની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો હતો. આ સાથે ઉત્તર ગુજરાત પ્રદેશમાં થોડા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે.

નર્મદા ડેમ આ વર્ષે પ્રથમવાર સપૂર્ણતઃ ભરાયો

  • પાણીની સપાટી – 138.68 મીટર
  • મહત્તમ સપાટી – 138.68 મીટર
  • પાણીની આવક – 1862960 ક્યૂસેક

નર્મદા ડેમ

  • પાણીની સપાટી – 138.68 મીટર
  • પાણીની આવક – 18,63,117 ક્યૂસેક

વડોદરા જિલ્લામાં નોંધાયેલ વરસાદ

સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના આંકડા
વિસ્તારવરસાદ (મીમીમાં)
સાવલી29 મીમી
વડોદરા32 મીમી
વાઘોડિયા36 મીમી
ડભોઇ93 મીમી
પાદરા40 મીમી
કરજણ56 મીમી
શિનોર51 મીમી
દેસર75 મીમી

Spread the love

Related posts

કારની બ્રેક લાઇટમાં સંતાડી દારૂની બોટલ, 2ની ધરપકડ,દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો

Team News Updates

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 24 કલાકમાં કોવિડના 3 કેસ,સ્વાઈન ફ્લૂના પણ બે દર્દી સારવારમાં:ગુજરાતમાં ફરી કોરોનાએ દેખા દીધી

Team News Updates

 Vadodara:વિદેશમાં માસ્ટર કરવા જવું હતું, વડોદરામાં રહેતા યુવાનને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સપનું રોળાયું, ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

Team News Updates