ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

શું રણમાં મત્સ્યપાલન થઈ શકે ? તમારો જવાબ હશે ના, પરંતુ ઈઝરાયેલમાં તે શક્ય બન્યું છે. હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ઈઝરાયેલમાં લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.

ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

ભારતમાં ઘણા ખેડૂતો છે જેઓ ઈઝરાયેલની આધુનિક ખેતી પદ્ધતિથી પ્રભાવિત છે અને તેનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે અને વધારે આવક મેળવે છે. આમ તો થોડું વિચિત્ર લાગે, પરંતુ ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન થઈ રહ્યુ છે.

GFA ની એડવાન્સ ટેક્નોલોજી એટલે કે Grow Fish Anywhere ની ટેકનોલોજી દ્વારા ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન શક્ય બન્યું છે.
ઈઝરાયેલમાં ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમ છે. જેના કારણે મત્સ્ય ઉછેર માટે વીજળી અને હવામાનની કોઈ મર્યાદા નડતી નથી. આ ટેકનીક હેઠળ માછલીઓને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે, જેને રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ કહેવામાં આવે છે.