News Updates
BUSINESS

સોનાની કાર અને બાઈક પછી હવે Gold Bicycle બનાવવામાં આવી, 4 કિલો સોનાની આ સાઈકલની કિંમત Mercedes-Benz કરતાં પણ વધારે છે

Spread the love

દુબઇ તેના વૈભવી જીવન માટે જાણીતું છે. અહીં તમે લક્ઝરી કાર અને બાઈકના કલેક્શન વિશેસાંભળ્યું હશે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ હવે એક સાઇકલ તેની કિંમતના કારણે વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચી રહી છે. શું તમે ક્યારેય એવી સાઈકલ જોઈ છે જેની કિંમત કરોડોમાં છે?

દુબઇ તેના વૈભવી જીવન માટે જાણીતું છે. અહીં તમે લક્ઝરી કાર(Luxury Cars) અને બાઈકના કલેક્શન વિશેસાંભળ્યું હશે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ હવે એક સાઇકલ તેની કિંમતના કારણે વિશ્વનું ધ્યાન તેની તરફ ખેંચી રહી છે. શું તમે ક્યારેય એવી સાઈકલ જોઈ છે જેની કિંમત કરોડોમાં છે?

Mercedes-Benz કરતા પણ મોંઘી સાઇકલ!

તમને જણાવી દઈએ કે હાલમાં જ દુબઈમાં એક સાઈકલ રજૂ કરવામાં આવી છે જેની કિંમત વિશ્વની સૌથી વૈભવી અને આરામદાયક કાર Mercedes-Benz  અને Rolls-Royce કરતા પણ વધુ લગભગ 3.40 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તમે વિચારશો કે સાઈકલની કિંમત આટલી વધારે કેમ છે? વાસ્તવમાં આ સાયકલ સંપૂર્ણપણે સોનાની(Gold Cycle) બનેલી છે.

તાજેતરમાં UAE ના શારજાહ(Sharjah)માં 52મી વોચ એન્ડ જ્વેલરી એક્સ્પો(52nd Watch & Jewelery Expo) ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં દુબઈના અલ રોમૈઝાનના ગોલ્ડ એન્ડ જ્વેલરી સ્ટોરે(Al Romaizan’s Gold and Jewelery Store of Dubai) આ સોનાની સાયકલ(Dubai Gold Cycle) નો અંદાજ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ ગોલ્ડન સાઈકલની કિંમત(Dubai Gold Cycle Price) દુબઈની કરન્સી પ્રમાણે 15 લાખ દિરહામ રાખવામાં આવી છે. તેથી આ સાયકલની કિંમત ભારતીય ચલણમાં અંદાજે 3.40 કરોડ રૂપિયા હશે.

આ સાઈકલ શુદ્ધ 24 કેરેટ સોનામાંથી બનાવવામાં આવી છે. અલ રોમૈઝાનના ગોલ્ડ એન્ડ જ્વેલરી સ્ટોરના સંચાલકોએ તેને જ્વેલરી એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરી છે.

4 કિલો સોનાની સાઇકલ બનાવી

આ સાયકલમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે. વાસ્તવમાં તેને બ્રિટિશ રેસની સાઇકલની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. આ ગોલ્ડન સાયકલનું કુલ વજન લગભગ 7 કિલો છે. જે પૈકી  4 કિલો 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગોલ્ડન સાયકલના હેન્ડલ બાર, વ્હીલ સ્ટે, ગિયર અને ચેન વગેરે સોનાના બનેલા છે. ઉપરાંત આ સાયકલને ચમકદાર ફિનિશિંગ સાથે શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે આ સોનાની સાઇકલને સંપૂર્ણપણે હાથથી ડિઝાઇન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ગોલ્ડન સાયકલ બનાવવા માટે 20 કર્મચારીઓએ છ મહિના સુધી સતત કામ કર્યું છે.

આ સાયકલના ખરીદદારો તેને માત્ર ઘરે શોપીસ તરીકે જ રાખવા ઉપરાંત તેને રસ્તા પર પણ ચલાવી શકે છે.


Spread the love

Related posts

અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં થઇ હતી ચર્ચા,અંબાણીની ‘Meta’ ડિલ, હવે બન્યો પ્લાન

Team News Updates

SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે

Team News Updates

વિશ્વમાં વધી રહ્યું છે સામ્રાજ્ય  ભારતમાં બનેલા APPLE મોબાઈલનું,વિશ્વમાં Maid in India નો દબદબો

Team News Updates