શરદ પૂર્ણિમાએ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ
તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઈને શ્રી ખોડલધામ મંદિરમાં ગ્રહણના વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વગેરે થાય છે.
ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા.28/10/2023ના રોજ શ્રી ખોડલધામ મંદિરમાં સવારની આરતી નિયમિત ચાલુ રહેશે. બપોરે 1 વાગ્યા ને 42 મિનિટ પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાંજની આરતી, ધ્વજાપૂજા, યજ્ઞ સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. જો કે ભક્તો માટે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે. પરંતુ કોઈ ભક્તો માતાજીને કોઈપણ પ્રકારની પ્રસાદી ધરી શકશે નહીં.
તારીખ-28 તથા 29 /10/2023 ના ગ્રહણની વિગત | |
વિગત | સમય |
વેધ પ્રારંભ | બપોરે 1:42:44 (કલાક:મિનિટ:સેકન્ડ) |
ગ્રહણ સ્પર્શ | રાત્રે 10:43:28 (કલાક:મિનિટ:સેકન્ડ) |
ગ્રહણ મધ્ય | મધ્યરાત્રીના 12:57:00 (કલાક:મિનિટ:સેકન્ડ) |
ગ્રહણ મોક્ષ | મધ્યરાત્રીના 03:08:03 (કલાક:મિનિટ:સેકન્ડ) |