News Updates
NATIONAL

IIT-બનારસમાં વિદ્યાર્થિનીના કપડાં ઉતારાવ્યાનો મામલો:2500 વિદ્યાર્થીઓએ 11 કલાક સુધી કર્યું પ્રદર્શન, PMOએ રિપોર્ટ માંગ્યો; IIT-BHU વચ્ચે દીવાલ બનાવવામાં આવશે

Spread the love

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) IIT કેમ્પસમાં બુધવારની રાત્રે એક મિત્ર સાથે ફરતી IITની વિદ્યાર્થિનીઓ સાથે મોટરસાઇકલ સવાર ત્રણ બદમાશોએ ગેરવર્તન કર્યું હતું અને તેને નિર્વસ્ત્ર કરીને વીડિયો બનાવ્યો હતો. આ ઘટના બાદ આરોપી કેમ્પસના હૈદરાબાદ ગેટ પરથી ફરાર થઈ ગયા હતા. રાત્રે બનેલી ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે.

ગુરુવારે 2500 વિદ્યાર્થીઓએ 11 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર મક્કમ રહ્યા હતા. આ પછી પોલીસ અને IIT-BHUના ડિરેક્ટરે વિદ્યાર્થિનીઓ સાથે બેઠક કરી. તેમને ખાતરી આપી હતી કે 7 દિવસમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે. તેઓને એવી સજા મળશે કે તેમની સાતેય પેઢીઓ યાદ રાખશે. આ પછી વિદ્યાર્થિનીઓએ પ્રદર્શન સમાપ્ત કર્યું.

પ્રશાસને IIT-બનારસ અને BHU વચ્ચે દીવાલ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેમ્પસને બે ભાગમાં ન વહેંચવું જોઈએ. મદન મોહન માલવિયાનું સપનું વિભાજન થતું જોઈ નહીં શકાય.

પીએમઓએ રિપોર્ટ માંગ્યો

આ સમગ્ર મામલામાં, વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓએ પોલીસ કમિશનર મુથા અશોક જૈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ દરમિયાન, પીએમઓએ ગુરુવારે દરેક ક્ષણના રિપોર્ટ લેવાનું ચાલુ રાખ્યું. આટલું જ નહીં, સીએમ યોગીએ કમિશનર કૌશલ રાજ શર્મા અને પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી. IIT પ્રશાસન સાથે વાત કરી અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

  • પ્રોક્ટર કચેરીમાં સબ ઇન્સ્પેક્ટર અને 4 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે.
  • રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બેરિકેટ્સ લગાવીને અવરજવર પર પ્રતિબંધ રહેશે.
  • ગ્રીન ઝોન બનાવવામાં આવશે. આગળ ઘણા ફેરફારો થશે. શું ફેરફારો થશે તે હજુ નક્કી નથી.
  • સ્થાનિક વહીવટીતંત્રની મદદથી ટૂંક સમયમાં એક સંકલિત મોનિટરિંગ સિસ્ટમ બનાવવામાં આવશે.
  • સંવેદનશીલ સ્થળોએ વધારાના સૈન્ય સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવશે.
  • BHU અને IIT-BHU વચ્ચેના સામાન્ય માર્ગો જેવા કે એગ્રીકલ્ચર ફાર્મ અને હૈદરાબાદ ગેટને ધ્યાનમાં લેવામાં આવશે.
  • જિલ્લા પોલીસ અને સંસ્થાના કર્મચારીઓ કેમ્પસના તમામ 7 ગેટ પર 24×7 ફરજ પર રહેશે.
  • ચીફ પ્રોક્ટર ઓફિસમાં એક સબ ઈન્સ્પેક્ટર અને ચાર પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે.
  • સંસ્થા બંધ કેમ્પસ બનાવવા માટે શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી પ્રશાસન સાથે પ્રયત્નો કરશે.

હવે પીડિત વિદ્યાર્થિનીના મુખેથી સમગ્ર ઘટના…
વિદ્યાર્થિનીએ કહ્યું, “હું બુધવારે રાત્રે 1:30 વાગ્યે મારી હોસ્ટેલમાંથી કોઈ અગત્યના કામ માટે બહાર આવી હતી. હું કેમ્પસના ગાંધી સ્મૃતિ ચાર રસ્તા પાસે મારા મિત્રને મળી હતી. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કરમન બાબા મંદિરથી 300 મીટર દૂર પાછળથી એક બુલેટ આવી. તેના પર 3 છોકરાઓ હતા. તેમણે બાઇક રોકી અને મને અને મારા મિત્રને રોક્યાં.

આ પછી ગન પોઈન્ટ પર અમને અલગ કરી દીઘાં. તેઓ મારું મોં દબાવીને મને એક ખૂણામાં લઈ ગયા. ત્યાં તેણે પહેલાં મને કિસ કરી અને પછી બંદૂકના નાળચે મારાં કપડાં કાઢી નાખ્યાં. મારો વીડિયો બનાવ્યો અને ફોટા પાડ્યા. જ્યારે મેં મદદ માટે બૂમો પાડી તો તેણે મને મારી નાખવાની ધમકી આપી. લગભગ 10-15 મિનિટ સુધી મને તેના કબજામાં રાખી અને પછી મને છોડી દીધી.

હું મારી હોસ્ટેલ તરફ દોડી ત્યારે પાછળથી બાઇકનો અવાજ આવવા લાગ્યો. ડરથી હું પ્રોફેસરના ઘરમાં પ્રવેશી. 20 મિનિટ ત્યાં રોકાઈને પ્રોફેસરને બોલાવ્યા. પ્રોફેસર મને ગેટ સુધી છોડી ગયા. તે પછી પાર્લામેન્ટ સિક્યોરિટી કમિટીના રાહુલ રાઠોડ મને IIT-BHU પેટ્રોલિંગ ગાર્ડ પાસે લઈ ગયા. જ્યાંથી હું સુરક્ષિત રીતે મારી હોસ્ટેલમાં પહોંચી શકી. ત્રણ આરોપીઓમાંથી એક જાડો, બીજો પાતળો અને ત્રીજો મધ્યમ ઊંચાઈનો હતો.

ઘટના બાદ વિદ્યાર્થીનીઓએ ગુરુવારે સવારે લંકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. આ પછી ગુરુવારે સવારે લગભગ 2500 વિદ્યાર્થીઓએ રાજપૂતાના હોસ્ટેલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પછી સમગ્ર કેમ્પસમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓએ વિરોધ કરીને સમગ્ર કેમ્પસ બંધ કરી દીધું હતું. વર્ગો અને લેબમાં રિસર્ચ કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે.

આ પછી મોડી રાત્રે ગેસ્ટ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી

વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બનતો જોઈને આઈઆઈટી-બીએચયુના ગેસ્ટ હાઉસમાં ગુરુવારે મોડી રાત સુધી ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી હતી. જેમાં તમામ જિલ્લાના ડીએમ, કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આંદોલનકારી વિદ્યાર્થીઓ ડાયરેક્ટરને વિરોધ સ્થળે જ મળવા બોલાવી રહ્યા હતા. પરંતુ, અધિકારીઓને ડર હતો કે ડિરેક્ટર સાથે કોઈ અઘટિત ઘટના બની શકે છે. પરંતુ, પીએમઓ અને સીએમઓના દબાણ પછી અધિકારીઓ કેમ્પસ પહોંચ્યા. આ પછી ડિરેક્ટરે જિમખાનાના ખુલ્લા મેદાનમાં વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવી પડી હતી. તેમની વાત સ્વીકારવી પડી અને ઘરણાનો અંત આવ્યો.

આઈઆઈટી 2012માં BHUથી અલગ થઈ ગઈ હતી
2012 પહેલાં આઈટી ફેકલ્ટી માત્ર BHUમાં જ ચાલતી હતી. જેને BHU IT કહેવામાં આવતું હતું. કેન્દ્ર સરકારે BHUને IITનો દરજ્જો આપવા માટે 2012માં ઇન્ડસ્ટ્રી ઓફ ટેક્નોલોજી એમેન્ડમેન્ટ બિલ પસાર કર્યું હતું. આ પછી બંને સંસ્થાઓ અલગ થઈ ગઈ. 2015માં IIT-BHUમાં બોર્ડ ઓફ ગવર્નર્સની નિમણૂક કરવામાં આવી હતી. માલવિયાજી દ્વારા 1919માં BHUમાં એન્જિનિયરિંગ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. પછી તેનું નામ બનારસ એન્જિનિયરિંગ કોલેજ (BENCO) હતું.

IIT-BHUમાં 210 સુરક્ષા ગાર્ડ તહેનાત
BHUમાં પ્રોક્ટોરિયલ બોર્ડ કેમ્પસની સુરક્ષા માટે જવાબદાર છે. IIT BHUમાં એક ચીફ પ્રોક્ટર અને 5 પ્રોક્ટર તહેનાત છે. એક સુરક્ષા અધિકારી અને ત્રણ સહાયક સુરક્ષા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 210 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે, 180 ફરજ પર છે. 30 બીમારી કે અન્ય કારણોસર રજા પર છે. આ તમામ સૈન્યના નિવૃત્ત કર્મચારી છે. જેમને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

ગુરુવારે સવારથી રાત સુધી BHU કેમ્પસમાં શું થયું, વાંચો સમાચાર…

IIT-BHUમાં ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવ્યાં:VIDEO બનાવ્યો, 3 યુવકોએ અશ્લીલ હરકતો કરી; હજારો વિદ્યાર્થીઓનો વિરોધ, કેમ્પસ બંધ, ઈન્ટરનેટ ઠપ

બુધવારે મોડી રાત્રે IIT-BHU (IIT-બનારસ હિન્દુ યુનિવર્સિટી)ની એક વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હતી. રાત્રે 1.30 વાગે મિત્ર સાથે જઈ રહેલી યુવતીને ત્રણ યુવકોએ રોકી હતી. છોકરી અને છોકરાને બંદૂકની અણી પર અલગ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેણે યુવતી સાથે ગંદી હરકતો કરવા માંડી. બળજબરીપૂર્વક ચુંબન કર્યાં પછી કપડાં કાઢવા માટે દબાણ કર્યું. તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. ગુરુવારે આ ઘટનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ ઘટના BHU કેમ્પસમાં કરમન બાબા મંદિરથી લગભગ 300 મીટર દૂર એગ્રીકલ્ચર ફાર્મ પાસે બની હતી.


Spread the love

Related posts

19 કરોડનું કોકેઈન શેમ્પુ બોટલોમાં છુપાવ્યું, મુંબઈ એરપોર્ટ પરથી વિદેશી મહિલાની ધરપકડ

Team News Updates

ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવે છે કંપની:માણસો ઉપર હાવી થવાનું અને ડેટા ચોરી થવાનું રહે છે જોખમ, નોકરી ગુમાવવાનો પણ ડર

Team News Updates

હિમાચલમાં કુલ્લુ દશેરામાં અડધી રાતે ભીષણ આગ:દેવી-દેવતાઓનાં 8 ટેન્ટ સહિત 13 તંબુ બળીને ખાખ; પાંચ દુકાનો પણ બળી, 2 લોકો આગમાં ભડથું

Team News Updates