દરેક ઋતુમાં અલગ અલગ ફળ મળે છે.જે શરીર માટે લાભકારક હોય છે. શિયાળામાં સીતાફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે.જેનો સ્વાદ મીઠો,રસદાર અને પલ્પ વાળુ ફળ હોય છે. આ ફળમાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. સીતાફળમાં પ્રોટીન,આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે.તેમજ સીતાફળમાં ખાવાથી નબળાઈ દૂર થાય છે. તો શરીરમાં લોહીની માત્રામાં પણ વધારે છે.
શિયાળામાં ઉપલબ્ધ સીતાફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેમાં વિટામિન સી સારી માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
સીતાફળ સારી માત્રામાં આયર્ન હોય છે.આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને નબળાઈની સમસ્યા હોય તો રોજ કસ્ટર્ડ એપલ ખાઓ. તમે કસ્ટર્ડ એપલને જેમ છે તેમ અથવા સ્મૂધી અને શેક બનાવીને પી શકાય છે.
સીતાફળ ખાવાથી એલર્જીની સમસ્યા દૂર થઈ શકે છે. અસ્થમાના દર્દીઓને પણ રોજ સીતાફળ ખાવાથી ફાયદો થાય છે.આનાથી ફેફસામાં સોજો ઓછો થાય છે તેમજ એલર્જી ઓછી કરવામાં પણ મદદ મળે છે.
સીતાફળનું સેવન હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. તેના સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે. સીતાફળમાં વિટામિન B6 સારી માત્રામાં હોય છે જે સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે.હૃદયના રોગોથી બચવા માટે તમારા આહારમાં સીતાફળનો સમાવેશ કરો.
જો તમે પાતળા હોવ અને વજન વધારવા માગતા હોવ તો સીતાફળનું સેવન કરવુ જોઈએ. તેને ખાવાથી શરીરનું વજન વધે અને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.તેમજ થાક અને નબળાઈની સ્થિતિમાં સીતાફળ ખાવુ જોઈએ.