News Updates
GUJARAT

સપ્ટેમ્બરમાં ફરવા જવાનું કરો છો આયોજન, તો આ સ્થળોની લઈ શકો મુલાકાત

Spread the love

સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સિઝન લગભગ પૂરી થઈ જતી હોય છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારો હરિયાળીથી ઘેરાયેલા હોય છે. ચાલો તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે બે દિવસમાં પણ ફરીને આવી શકો છો.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સિઝન લગભગ પૂરી થઈ જતી હોય છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારો હરિયાળીથી ઘેરાયેલા હોય છે. ચાલો તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે બે દિવસમાં પણ ફરીને આવી શકો છો.

જયપુર, રાજસ્થાન: રાજસ્થાનની રાજધાની એટલે કે પિંક સિટી જયપુર ટૂંકા પ્રવાસ માટે ઉત્તમ સ્થળ છે. પિંક સિટીમાં જોવા માટે ઘણું બધું છે અને અહીંનું ભોજન અદ્ભુત છે. જો તમે જયપુર જઈ રહ્યા છો, તો મોટી ચોપર અને છોટી ચોપરના પ્રખ્યાત બજારોમાં ખરીદી કરો.

માઉન્ટ આબુ: સપ્ટેમ્બરમાં માઉન્ટ આબુની સુંદરતા વધુ વધી જાય છે. અહીં સનસેટ પોઈન્ટ પર પાર્ટનર સાથે સેલ્ફી લેવાની વાત જ કંઈક અલગ છે. ટ્રેકિંગ, કેમ્પિંગ ઉપરાંત અહીં તમે લવર પોઈન્ટ, દેલવાડા જૈન મંદિર, અર્બુદા દેવી મંદિર જોઈ શકો છો. તમને દરેક મોટા શહેરથી અહીં જવા માટે ટ્રેન મળશે.

વૃંદાવન, ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં ઘણા ધાર્મિક સ્થળો છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન શ્રી કૃષ્ણનું ઘર વૃંદાવન છે. વૃંદાવનમાં ધાર્મિક યાત્રા ઉપરાંત અન્ય ઘણા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકાય છે. ટૂંકા પ્રવાસ માટે મથુરા-વૃંદાવનનો પ્રવાસ બેસ્ટ છે.

કુનો નેશનલ પાર્ક: મધ્યપ્રદેશમાં ઘણા નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તેમાંથી સૌથી મોટું કુનો નેશનલ પાર્ક છે અને તે પણ થોડા સમય પહેલા ચિત્તાના કારણે હેડલાઇન્સમાં આવ્યું હતું. તેની સુંદરતા તમને દિવાના બનાવી દેશે.


Spread the love

Related posts

GUJARAT:કમોસમી વરસાદની આગાહી,ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનક;ખેડૂતોની ચિંતા વધી

Team News Updates

Aravalli:પરિવારને કાળ ભેટ્યો શામળાજીથી દર્શન કરી પરત ફરતા:અમદાવાદ-ઉદયપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત; નાની બાળકી સહિત ચારના મોત

Team News Updates

પંજાબમાં ‘ગતકા’ કરતી સમયે યુવકને લાગી આગ, VIDEO:યુદ્ધ અભ્યાસ માટે પેટ્રોલથી સર્કલ બનાવી રહ્યો હતો; જોવા માટે ઊભેલાં લોકોમાં ભાગદોડ મચી

Team News Updates