News Updates
BUSINESS

એર ઈન્ડિયાને 30 લાખનો દંડ:મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરની અછતને કારણે 80 વર્ષીય વૃદ્ધને ચાલતા જવુ પડ્યું, પ્લેનમાંથી ટર્મિનલ પર આવતી વખતે મોત થયું

Spread the love

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 80 વર્ષીય વૃદ્ધના મૃત્યુના મામલે એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના 16 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ખાતે બની હતી.

DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ મોકલી હતી. જવાબ મળ્યા બાદ DGCAએ એરલાઈનને દોષિત માનીને દંડ ફટકાર્યો છે. આ કપલ ન્યૂયોર્કથી મુંબઈ આવ્યું હતું.

એરલાઈને DGCAને જણાવ્યું હતું કે મૃતક તેમની પત્ની સાથે ઈમિગ્રેશન ક્લિયરન્સની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા હતા. તેમની પત્ની વ્હીલચેરમાં હતી. તે દિવસે વ્હીલચેરની માગ પણ ઘણી વધારે હતી. આ કારણે અમે તેમને થોડીવાર રાહ જોવાનું કહ્યું જેથી અમે બીજી વ્હીલચેરની વ્યવસ્થા કરી શકીએ. પરંતુ, તેઓ તેમની પત્ની સાથે પગપાળા ચાલવા લાગ્યા.

થોડીવાર ચાલ્યા પછી વૃદ્ધ નીચે પડી ગયા. મુંબઈ એરપોર્ટ પર તબીબી સુવિધા પૂરી પાડ્યા બાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું.

ભારતીય મૂળના વૃદ્ધ પાસે યુએસ પાસપોર્ટ હતો. તે પોતાની પત્ની સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-116ના ઈકોનોમી ક્લાસમાં આવ્યા હતા. આ ફ્લાઈટ 11 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કથી નીકળી હતી અને 12 ફેબ્રુઆરીએ મુંબઈ પહોંચી હતી.

દંપતીએ વ્હીલચેર પેસેન્જર તરીકે અગાઉથી ટિકિટ બુક કરાવી હતી. જોકે, મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરની અછતને કારણે તેમને માત્ર એક જ વ્હીલચેર મળી હતી. વૃદ્ધે તેમની પત્નીને તેના પર બેસાડી અને પોતે ચાલવા લાગ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરપોર્ટના એક સૂત્રએ જણાવ્યું કે જે ફ્લાઇટમાં કપલ મુંબઈ આવ્યું હતું તેમાં 32 વ્હીલચેર પેસેન્જર હતા. જોકે, આ ફ્લાઇટ માટે એરપોર્ટ પર માત્ર 15 વ્હીલચેર જ ઉપલબ્ધ હતી.

એર ઈન્ડિયાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી
એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. એરલાઇન કંપનીએ કહ્યું હતું કે વ્હીલચેરની ભારે માગને કારણે તેઓએ વૃદ્ધ મુસાફરને રાહ જોવા માટે કહ્યું હતું. જોકે, પત્નીને વ્હીલચેરમાં બેસાડ્યા બાદ તેઓએ પોતે પગપાળા જવાનું પસંદ કર્યું હતું.


Spread the love

Related posts

UPI દ્વારા ચુકવણી અને રોકડ ઉપાડની સુવિધા મળી શકશે,કેશ ડિપોઝીટ મશીનમાં સુવિધા મળશે

Team News Updates

જો તમારું PAN નિષ્ક્રિય થઈ જાય તો ગભરાશો નહીં, આ સ્ટેપ્સ અનુસરી ફરીથી એક્ટિવ કરો

Team News Updates

અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા

Team News Updates