કોલકાતા નાઈટ રાઈડર્સે, ગઈકાલ બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે 106 રનના મોટા માર્જીન સાથે જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન પણ આ જીતનો સાક્ષી રહ્યો હતો. શાહરુખ માત્ર પોતાની ટીમના ખેલાડીઓને જ નહી, પરંતુ વિરોધી ટીમના કેટલાક ખેલાડીઓ સાથે પ્રેમપૂર્વક ગળે મળીને વાત કરી હતી.
આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સનો જાદુ ચાલ્યો છે. આ ટીમ સતત ત્રણ મેચ જીતી છે. સાથોસાથ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર પહોચી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ, પોતાની ટીમની જીતની હેટ્રિક બાદ ઘણો ખુશ છે. દિલ્હી સામે મેળવેલી મોટી જીત વખતે શાહરૂખ ખાન પોતે વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉપસ્થિત રહ્યો હતો. શાહરૂખ ખાન તેની ટીમના પ્રદર્શનને બિરદાવતા જોવા મળ્યો હતો, જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સની જીત બાદ તેણે મેદાનમાં ઉતરીને જે કાંઈ કર્યું તેનાથી તેણે ઘણા લોકોના દિલ જીતી લીધા છે.
વિશાખાપટ્ટનમમાં મેચ પુરી થયા બાદ, શાહરૂખ ખાન મેદાનમાં ઉતર્યો હતો. શાહરૂખ ખાને કોલકત્તાના દરેક ખેલાડીને ગળે લગાવીને મળ્યો હતો. તેણે કેપ્ટન શ્રેયસ અય્યર, ટિમના માર્ગદર્શક ગૌતમ ગંભીર, રિંકુ સિંહ અને આક્રમક યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને અભિનંદન આપ્યા હતા. જેણે મેચમાં તોફાની ઇનિંગ્સ રમી હતી.
વિશાખાપટ્ટનમમાં મેચ પુરી થયા બાદ, શાહરૂખ ખાન મેદાનમાં ઉતર્યો હતો. શાહરૂખ ખાને કોલકત્તાના દરેક ખેલાડીને ગળે લગાવીને મળ્યો હતો. તેણે કેપ્ટન શ્રેયસ અય્યર, ટિમના માર્ગદર્શક ગૌતમ ગંભીર, રિંકુ સિંહ અને આક્રમક યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને અભિનંદન આપ્યા હતા. જેણે મેચમાં તોફાની ઇનિંગ્સ રમી હતી.
શાહરૂખે માત્ર પોતાના ખેલાડીઓ પર જ પ્રેમ વરસાવ્યો ન હતો, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને પણ શાહરુખ ખાન મળ્યો હતો. ખાસ કરીને શાહરુખ ખાન, દિલ્હીના કેપ્ટન ઋષભ પંત સાથે ઘણા લાંબા સમય સુધી વાતચીત કરતા જોવા મળ્યો હતો.
ઋષભ પંતની કપ્તાનીમાં દિલ્હીની ટીમ મેચ હારી ગઈ હતી, પરંતુ ઋષભ પંતે તોફાની અડધી સદી ફટકારી હતી. જેના માટે શાહરૂખ ખાને, ઋષભ પંતને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 2022માં થયેલા રોડ અકસ્માત બાદ ઋષભ પંત હવે ફિટ છે અને ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલની વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે અને તેનું એક કારણ ગૌતમ ગંભીર ટીમમાં માર્ગદર્શક તરીકે પાછો ફર્યો તે પણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે, ગૌતમ ગંભીરના નેતૃત્વમાં બે વખત IPL જીતી ચૂક્યું છે અને હવે તે ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયેલ છે. કેટલાક કારણોસર ગૌતમ ગંભીર, કોલકાતા નાઈટ રાઈડર્સથી અલગ થઈ ગયો હતો. પરંતુ હવે આ દિગ્ગજ ખેલાડી ફરીથી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો છે.