ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ થવા જઈ રહેલી ચારધામ યાત્રાનો ઉત્સાહ આ વખતે ફરી વધશે. છેલ્લાં 4 દિવસમાં 14 લાખથી વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ વખતે આ રેકોર્ડ તૂટી શકે છે.
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી. રવિશંકરના જણાવ્યા અનુસાર ચારધામ માટે પ્રથમ વખત ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં 4 લોકો એક ધામની યાત્રા સાડા ત્રણ લાખ રૂપિયામાં કરી શકે છે.
જો ચારધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લો છો તો પ્રતિ વ્યક્તિ 1.95 લાખ આપવા પડશે. આ ભાડામાં આવવું-જવું, રોકાવું અને ભોજન સામેલ છે. હેલિકોપ્ટર પણ ત્યાં જ રહેશે. એક જ દિવસમાં પાછા ફરવાનું ભાડું 1.05 લાખ રૂપિયા હશે.
ગૌરીકુંડથી 18 કિમી પહેલાં ફાટાથી કેદારનાથ જાવ છો તો એક તરફનું પ્રતિ વ્યક્તિ ભાડું 2886 રૂપિયા થશે. ગયા વર્ષે તે 2749 રૂપિયા હતું. ગુપ્તકાશીથી 4063 રૂપિયા રહેશે, જે 3870 રૂપિયા હતું. પહેલાં હેલિકોપ્ટર સર્વિસનું બુકિંગ 15 દિવસના સ્લોટમાં થતું હતું. આ વખતે એક મહિનાનો સ્લોટ રહેશે. 10 મેથી 20 જૂન અને 15 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અને બુકિંગ આઈઆરસીટીસીની હેલીયાત્રા વેબસાઇટથી 20 એપ્રિલથી થશે.
કેદારનાથ ધામમાં હજુ પણ 2 થી 3 ફૂટ બરફ છે. જ્યારે ગૌરીકુંડથી ધામ સુધીનો 16 કિમીનો ટ્રેક બરફથી ઢંકાયેલો છે. આ યાત્રા 10 મેથી શરૂ થવાની છે, તેથી SDRFએ બરફ હટાવવાનું શરૂ કરી દીધું છે. બાકીનાં ત્રણ ધામોના રસ્તા ખુલ્લા છે. હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહનું કહેવું છે કે ધામમાં હિમવર્ષા મેના પહેલા સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. ત્યાંનું હવામાન 15 મે પછી જ સામાન્ય થઈ જશે.
ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે ચાર ધામ 3 હજાર મી. અને હજુ પણ પર્વતો પર બરફ પડી રહ્યો છે. તેથી ભક્તોએ 7 દિવસનું આયોજન કરવું જોઈએ.
કેદારનાથના સમગ્ર ટ્રેક પર 4G અને 5G નેટવર્ક ઉપલબ્ધ રહેશે. આ માટે 4 ટાવર લગાવવામાં આવ્યા છે. ગયા વર્ષે આ ટ્રેક પર માત્ર અમુક સ્થળોએ જ નેટવર્ક ઉપલબ્ધ હતું. જો તમે મંદિરમાં Wi-Fi નો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે સરકારી સ્લિપ લેવી પડતી હતી, પરંતુ હવે ત્યાં પણ સુપરફાસ્ટ નેટવર્ક હશે.
બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી યોગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ઓનલાઈન પૂજા 30 જૂન સુધી જ થશે. જેમાં શ્રીમદ ભાગવત વાંચવા માટે 51 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો મહાભિષેક માટે રૂ.12 હજાર. નિર્ણય લેવાયો છે.