News Updates
MORBI

MORBI:જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી,મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવા અંગે માગ્યો ખુલાસો

Spread the love

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ દાખલ કેમ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે.

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની મુશ્કેલી વધી શકે છે. હાઇકોર્ટે જયસુખ પટેલ સામે કન્ટેમ્પ્ટ કેમ દાખલ ન કરવી તે અંગે ખૂલાસો માગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવાંને બેદરકારી બદલ નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે ટકોર કરી કે અહીંયા સંતાકૂકડી રમવા નથી આવ્યા, તમે દર વખતે આજ કરી રહ્યાં છો, “પેહલા કેહવામાં આવ્યું કે MD જેલમાં છે, હવે અન્ય બહાનાબાજી કરવામાં આવી રહી છે”

મૃતકો અને પીડિતોને આપવામાં આવનારા વળતર મામલે હાઇકોર્ટ સખત નારાજગી દર્શાવી છે. હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે “સુઓમોટો અરજીની સુનાવણી છે, કંપનીને સાંભળવા બંધાયેલા નથી”, “તમારે માત્ર કોર્ટના હુકમનું પાલન કરવાનું થાય છે”, વધુમાં કોર્ટે ઉધડો લેતા જણાવ્યુ કે અત્યાર સુધી ઑરેવા કંપનીએ કોઈ સખત પગલા લીધા નથી. “આ ઘટના તમારા કારણે થઈ છે, મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર તમે છો”, “અમે SIT નો રિપોર્ટ વાચ્યો છે અને સખત બેદરકારી ધ્યાને આવી છે”, “જે રીતે સમારકામ કરવામાં આવ્યું પછી નક્કી જ હતું કે બ્રિજ તૂટશે”. આ કેસમાં હવે 26 એપ્રિલના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.


Spread the love

Related posts

Morbi:વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ, મોરબીના અનેક વિસ્તારોમાં

Team News Updates

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates

મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિવાદ:પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતી પટેલનું 38 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું

Team News Updates