News Updates
NATIONAL

Banaskantha:ફ્રીજના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી,વડગામ માર્કેટ યાર્ડમાં

Spread the love

વડગામ માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રીજના ગોડાઉનમાં અગમ્મ કારણોસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો પાણીનું મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના વડગામ માર્કેટ આવેલા ફ્રીજ ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વડગામના માર્કેટયાર્ડમાં આવેલા એક ગોડાઉનમાં ફ્રિજ મુકેલા હતા એકાએક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ, પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગવાના બનાવની જાણ સિદ્ધપુર ફાયર વિભાગની થતા સિદ્ધપુર ફાયર વિભાગ તત્કાલિક વડગામ ખાતે પહોંચી ગોડાઉનમાં લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.


Spread the love

Related posts

ઉનાળામાં વધુ પડતી ગરમીમાં કરો જાંબુનું સેવન, મળશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

Team News Updates

અહીં બાંધકામ પર પ્રતિબંધિત:AMCએ એરપોર્ટથી ડફનાળા રોડ પહોળો કરવાનું કામ બંધ કર્યું, આર્મીએ નોટિસ લગાવી કહ્યું- જગ્યા આર્મીની છે

Team News Updates

શ્રીગણેશ:PM મોદી નવા સંસદભવન પર 17 સપ્ટેમ્બરે તિરંગો ફરકાવશે

Team News Updates