નિસાન ઈન્ડિયા મોટર્સે તેની લોકપ્રિય સબ-4 મીટર એસયુવી મેગ્નાઈટની ગીઝા સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. કંપનીએ ટર્બો-પેટ્રોલ એન્જિન અને CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ન્યૂ મેગ્નાઈટ ગીઝા એડિશન ઉપલબ્ધ કરાવ્યું છે. તેની કિંમત 9.84 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ સ્પેશિયલ એડિશન વર્ઝન નિસાન મેગ્નાઈટના એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર રજૂ કરવામાં આવ્યું છે.
કંપનીના જણાવ્યા અનુસાર, મેગ્નાઈટ ગીઝા એડિશન જાપાની થિયેટર અને તેના અભિવ્યક્ત સંગીતથી પ્રેરિત છે. મેગ્નાઈટ ગીઝા એડિશન પાંચ કલરમાં ઓફર કરવામાં આવે છે જેમાં ફ્લેર ગાર્નેટ રેડ, સ્ટોર્મ વ્હાઇટ, સેન્ડસ્ટોન બ્રાઉન અને ઓનીક્સ બ્લેકનો સમાવેશ થાય છે. ભારતીય બજારમાં નિસાન મેગ્નાઈટ કિયા સોનેટ, હ્યુન્ડાઈ વેન્યુ, મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન, મહિન્દ્રા સાથે સ્પર્ધા કરે છે.
કંપનીએ ગયા વર્ષે મેગ્નાઈટનું ગીઝા એડિશન 1-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કર્યું હતું, પરંતુ હવે નિસાન મેગ્નાઈટ સ્પેશિયલ એડિશનમાં 1-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે માત્ર CVT ટ્રાન્સમિશન છે. આ એન્જિન 100PSનો પાવર અને 152NMનો ટોર્ક જનરેટ કરે છે.
આ સિવાય, મેગ્નાઈટના અન્ય વેરિયન્ટ્સમાં 1-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 72PSનો પાવર અને 96NMનો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે, આ એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સની પસંદગી છે.
સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની સરખામણીમાં કંપનીએ નિસાન મેગ્નાઈટ ગીઝા એડિશનમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો સાથે 9.0-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, JBL સ્પીકર્સ, એપ-આધારિત નિયંત્રણો સાથેની એમ્બિયન્ટ લાઇટિંગ, રીઅર કેમેરા, બેજ અપહોલ્સ્ટરી (વૈકલ્પિક) અને શાર્ક-ફિન એન્ટેનાનો સમાવેશ થાય છે.
આ સાથે, નવા મેગ્નાઈટ ગીઝા એડિશનમાં ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, સ્ટીયરિંગ એક્ટિવ લર્નિંગ સાથે વાહન ડાયનેમિક કંટ્રોલ જેવી ઘણી વધુ સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે.