દેશમાં પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. સવારે 8:30 કલાકે ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. વાવાઝોડુ બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે. ડિપ ડિપ્રેશનમાં ફેરવાયેલુ વાવાઝોડુ 8 કિ.મી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટર દૂર ડિપ ડિપ્રેશન છે.
દેશમાં પર મોટી દરિયાઈ આફતના એંધાણ જોવા મળી રહ્યા છે. સવારે 8:30 કલાકે ડિપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. વાવાઝોડુ બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે. ડિપ ડિપ્રેશનમાં ફેરવાયેલુ વાવાઝોડુ 8 કિ.મી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટર દૂર ડિપ ડિપ્રેશન છે.
આજે સાંજે અથવા મોડી રાત્રે ડિપ ડિપ્રેશન ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. 107 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 26 મેના રોજ રેમલ વાવાઝોડુ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે. 26 મે મોડી રાત્રે 120થી 130ની ઝડપ સાથે વાવાઝોડુ ત્રાટકી શકે છે.
26 મેના રોજ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વિપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે.
ઓમાન દેશના સૂચન મુજબ પ્રિ-મોન્સુન સિઝનના પ્રથમ વાવાઝોડાને ‘રેમાલ’ નામ આપવામાં આવ્યુ છે. મોટાભાગના મોડેલો સંમત થાય છે કે રેમાલ એક ગંભીર ચક્રવાતી તોફાન બનશે અને બાંગ્લાદેશના દરિયાકાંઠા તરફ ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.
જો કે ચક્રવાતના ટ્રેક, ટાઈમલાઈન અને લેન્ડફોલ પોઈન્ટને લઈને સંખ્યાત્મક મોડલ વચ્ચે હજુ કોઈ સંપૂર્ણ સર્વસંમતિ નથી. હાલમાં ચક્રવાત બાંગ્લાદેશના ‘ડેલ્ટા’ પ્રદેશ તરફ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે.જે ખુલના અને બારિસલ વિભાગો વચ્ચે સ્થિત છે. 26 મે 2024 ના રોજ સાંજ/રાત્રિ દરમિયાન પટુઆખલી (જૂનું નામ ખેપુપારા – 21.59°N અને 90.13°E) નજીક ચક્રવાત લેન્ડફોલ થવાની ઉચ્ચ સંભાવના છે.
ચક્રવાત દરિયાકાંઠાના ઓડિશાથી સુરક્ષિત અંતરે રહેવાની સંભાવના છે. જ્યાં માત્ર મધ્યમ તીવ્ર પવન અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, લેન્ડફોલ પોઈન્ટ પશ્ચિમ બંગાળના સુંદરબન ક્ષેત્રથી બહુ દૂર નહીં હોય, પરંતુ તે દક્ષિણ 24 પરગણાથી દૂર હશે. સિસ્ટમના આંતરિક ભાગમાં ગયા પછી ઉત્તર-પૂર્વ ભારતમાં હવામાનની સ્થિતિ બગડવાની શક્યતા છે. મેઘાલય અને ત્રિપુરા રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનનું જોખમ વધુ રહેશે.