News Updates
NATIONAL

RBI બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું ,સરકારે વિદેશમાં રાખેલું સોનું લીધું પરત પહેલી વાર

Spread the love

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિટનમાં જમા કરાયેલું સોનું પરત મંગાવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું છે. વર્ષ 1991માં ભારતે નાણાકીય કટોકટી નિવારવા માટે બ્રિટનમાં સોનું ગીરવે મૂક્યું હતું પરંતુ બાદમાં આરબીઆઈએ તમામ લોન ચૂકવી દીધી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશમાં રાખેલું સોનું પરત મંગાવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે આજે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે ભારત હવે તેનું મોટાભાગનું સોનું તેની તિજોરીમાં રાખશે.

RBI કહ્યું કે ભારતમાં વિદેશી હૂંડિયામણનો વિશાળ ભંડાર છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા નાણાકીય વર્ષ સુધી, વિદેશી મુદ્રા ભંડારમાં 822.10 ટન સોનું હતું. તેમજ નાણાકીય વર્ષ 2022-23માં વિદેશી મુદ્રા ભંડારમાં 794.63 ટનથી વધુ સોનું હતું.

 વર્ષ 1991માં સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે સોનું ગીરવે રાખ્યું હતું. તે સમયે આરબીઆઈએ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. જેથી તે $400 મિલિયન એકત્ર કરી શકે.

બેંકિંગ વિભાગની સંપત્તિ તરીકે રાખવામાં આવેલી સોનાનું મૂલ્ય 31 માર્ચ 2023ના રોજ રૂપિયા 2,30,733.95 કરોડથી 19.06 ટકા વધીને 31 માર્ચ, 2024 સુધીમાં રૂપિયા 2,74,714.27 કરોડ થયું છે.

સોનાના ભાવમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સોનાની માગ વધી રહી છે. સોનાના ભાવમાં વધારાનું કારણ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાના ભૌગોલિક રાજકીય સંઘર્ષ પણ છે. આરબીઆઈ સહિત ઘણી કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને ભૌતિક સોનાની માગમાં વધારાને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકો સોનાના અનામતમાં વધારો કરી રહી છે, જે ઘણી વખત ચલણની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય જોખમો સામે બચાવ તરીકે જોવામાં આવે છે.


Spread the love

Related posts

કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Team News Updates

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા:ગુજરાત હાઈકોર્ટે 2 વર્ષની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો

Team News Updates

40 લાખ રોકડ, 2 કિલો સોનું, 60 બ્રાન્ડેડ વોચ…:તેલંગાણામાં અધિકારી પાસેથી 100 કરોડની સંપત્તિ મળી, રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું

Team News Updates