News Updates
RAJKOT

Gondal:વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ,ખાબક્યો ભારે વરસાદ ગોંડલના વાસાવડ ગામમાં

Spread the love

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર પંથકના અનેક શહેરોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રવિવારે બપોર બાદ રાજકોટના ગોંડલમાં વરસાદ ખાબક્યો હતો. વાસાવડ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે રવિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વાદળો ઘેરાયા બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ગોંડલના વાસાવડ ગામમાં રવિવારે બપોર બાદ ખાબકેલા પ્રથમ વરસાદમાં જ વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યુ છે. વાવડી-ચમારડી નદીમાં નવા નીર આવ્યા છે.

આ તરફ જુનાગઢના વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે ખેડૂતોએ આ વરસાદને સીઝનનો પહેલો “વાવણી લાયક” વરસાદ ગણાવ્યો હતો. અને તેમનામાં ખુશીની લહેર ફરી વળી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ધૂળની ડમરી અને આંધી સાથે વાતાવરણમાં વિઝિબિલિટી ઓછી થઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તેમજ કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

 1 વર્ષમાં 2,680 કરોડનો વધારો PGVCLને આવકમાં :ઓનલાઇન પેમેન્ટની સુવિધાથી આવક વધી ,સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં 58.44 લાખ ગ્રાહકોએ કરોડોનો વિજ વપરાશ કર્યો 

Team News Updates

આ બાપા 21 મિનિટમાં 21 લાડુ ઝાપટી ગયા:રાજકોટમાં સરપદડ ગામના 73 વર્ષના વૃદ્ધે શરૂઆતની 3 મિનિટમાં જ 5 લાડુ ખાધા, એક લાડુ 100 ગ્રામનો

Team News Updates

BRTS બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાતા મહિલા ઈજાગ્રસ્ત રૈયા ચોકડી પાસે , આવતીકાલે વેરા વસુલાત ચાલુ રહેશે

Team News Updates