News Updates
NATIONAL

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે 

Spread the love

સતત ત્રીજીવાર વડાપ્રધાન બનેલા, નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ભેટમાં આપી શકે છે. વંદે ભારતની પહેલી સ્લીપર ટ્રેન, આગામી 15 ઓગસ્ટ પહેલા શરૂ થવા જઈ રહી છે. બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે.

ટ્રેનમાં અવારનવાર મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા અને સલવતભર્યા સમાચાર છે. રેલવે મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા મીડિયા અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 15 ઓગસ્ટ પહેલા દેશને પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ આપી શકે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથેની વંદે ભારત સ્લીપર ટ્રેનના આગમનથી લાંબા અંતરની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે. વંદે ભારતની પહેલી સ્લીપર ટ્રેન, આગામી 15 ઓગસ્ટ પહેલા શરૂ થવા જઈ રહી છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુજરાતમાંથી પસાર થઈને દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડશે.

બેંગલુરુમાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ બનાવવાનું કામ તેના છેલ્લા તબક્કામાં છે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ સ્લીપર હશે. જેમાં 10 કોચ થર્ડ એસીના હશે, 4 કોચ સેકન્ડ એસીના હશે, જ્યારે એક કોચ ફર્સ્ટ એસીના રાખવામાં આવશે. સ્લીપર વંદે ભારત ટ્રેનમાં બે એસએલઆર કોચ પણ હશે. રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રથમ તબક્કામાં કલાકની 130 કિ.મી.ની ઝડપે દોડશે. આ પછી તે ધીમે ધીમે 160 થી 220 કિ. મી. પ્રતિકલાકની ઝડપે દોડવાનું શરૂ કરશે.

દેશની સૌ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનને દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડાવવાની યોજના રેલવે વિભાગે બનાવી છે, જેનુ કારણ એ છે કે દિલ્હીથી મુંબઈ રેલવે માર્ગ ઉપર મુસાફરોની ખૂબ જ માંગ છે. દિલ્હીથી મુંબઈ રૂટ પર વધુ મુસાફરોને કારણે આ રૂટ પરની તમામ ટ્રેનો મુસાફોની કાયમ માટે ભરેલી જ રહે છે. મુસાફરોને ઘણી ટ્રેનોમાં સરળતાથી રિઝર્વેશન પણ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી મુસાફરોની સતત અવરજવર ધરાવતા રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાથી મુસાફરોને મોટી રાહત થશે. આ જ કારણથી રેલવેએ દિલ્હીથી મુંબઈ રૂટ પર પહેલા સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી છે.

સ્લીપર વંદે ભારત ટ્રેન દિલ્હીથી મુંબઈ વચ્ચે ભોપાલ, સુરત થઈને જશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી કે, ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન 2 મહિનામાં પાટા પર દોડતી જોવા મળશે. આ વર્ષે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં જ્યાં વંદે ભારત સ્લીપર ટ્રેનના કોચ અને અન્ય સેટ પર કામ ચાલે છે તે સ્થળની મુલાકાત લીધી હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશની પહેલી સ્લીપર વંદે ભારત ટ્રેનનુ નિરીક્ષણ કર્યું હતું. આ વંદે ભારત સ્લીપર ટ્રેન આધુનિક સુવિધાઓ અને સલામતીથી સજ્જ ટ્રેન હશે.


Spread the love

Related posts

12 દેશની વાયુસેના ભારત આવશે, ભારતીય વાયુસેના સાથે કરશે સંયુક્ત અભ્યાસ

Team News Updates

પવિત્ર ગંગા જળ પર 18 % GST લગાવીને ભાજપ ભક્તોની ભાવના સાથે રમે છે, કોંગ્રેસે કર્યા પ્રહાર

Team News Updates

National:ફ્લાઈટમાં બોમ્બની ધમકી ઈન્ડિગોની ચેન્નાઈ-મુંબઈ: એક સપ્તાહની અંદર એરલાઈન્સમાં બોમ્બની ધમકીનો આ બીજો મામલો,ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, તમામ મુસાફરો સુરક્ષિત

Team News Updates