News Updates
GUJARATUncategorized

બાળકે કર્યો આપઘાત 9 વર્ષના,આપ્યો ઠપકો  માતાએ સાયકલ ચલાવવા બાબતે 

Spread the love

જામનગરમાં ચોકાવનારી ઘટના બની છે. માતાએ બાળકને નાની બાબતે ઠપકો આપતા માત્ર 9 વર્ષના બાળકે જીવન ટુકાવ્યુ હોવાની ઘટના બની છે.

વર્તમાન સમયમાં આપધાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલીક વાર નાની વાતમાં પણ લોકો આત્મહત્યા કરી દેતા હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

જામનગરમાં રહેતા પરપ્રાંતિય પરિવારના માત્ર 9 વર્ષના બાળકે આત્મહત્યા કરતા આસાપાસના વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મૃતકે તેના ઘરે જ ફાંસો ખાઈ બાળકે આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. 9 વર્ષના બાળકે આત્મ હત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


Spread the love

Related posts

ELECTION COMMISSION OF INDIAનો નિર્ણય: પંકજ જોશી સહીત અનેક રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો નિર્ણય

Team News Updates

Panchmahal:દુર્ઘટના બને તો જવાબદાર કોણ?મોતની મુસાફરી કરતા મુસાફરો,પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

Team News Updates

દેશના 6 રાજ્યની વસતી કરતાં મોબાઇલ વધુ, ગુજરાત આઠમે; 6.61 કરોડ પાસે મોબાઇલ

Team News Updates