ભારત અને દક્ષિણ આફ્રિકાનું હોમવર્ક થઈ ગયું છે. હવે રાહ જોવાની છે કે બાર્બાડોસના મેદાનમાં કઈ ટીમ પોતાની રણનીતિને યોગ્ય રીતે લાગુ કરે છે. જે ટીમ રણનીતિ લાગુ કરવામાં સફળ થશે તે T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ પોતાના હાથોમાં ઉંચકીને જશ્ન મનાવશે.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ શનિવારે સાંજે બાર્બાડોસમાં રમાનારી છે. આ માટે ભારત અને દક્ષિણ આફ્રિકાનું હોમવર્ક થઈ ગયું છે. હવે રાહ જોવાની છે કે બાર્બાડોસના મેદાનમાં કઈ ટીમ પોતાની રણનીતિને યોગ્ય રીતે લાગુ કરે છે. જે ટીમ રણનીતિ લાગુ કરવામાં સફળ થશે તે T20 વર્લ્ડ કપની ટ્રોફી પણ પોતાના હાથોમાં ઉંચકીને જશ્ન મનાવશે.
ટૂર્નામેન્ટમાં બંને ટીમો જીતના રથ પર સવાર છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં તેમની જીતનો સિલસિલો અવરોધાય તેવું કોઇપણ ટીમ ઇચ્છશે નહીં. બંને ટીમો ટૂર્નામેન્ટમાં શરુઆતથી જ સતત વિજય મેળવીને અહીં સુધી પહોંચ્યા છે. જ્યાં હવે ટૂર્નામેન્ટમાં કરેલ શાનદાર પ્રદર્શન બાદ હવે ચેમ્પિયન જાહેર થવા માટેનો જંગ છે. આ જંગ જીતવા પહેલા તમામ હોમવર્ક બંને ટીમોએ પૂર્ણ કરી લીધું છે. રણનીતિ પણ ઘડાઈ ચૂકી છે, બસ હવે કલાકો બાદ બંને ટીમો એક્શનમાં જોવા મળશે.
રંતુ તે પહેલા આપણે પીચના અભ્યાસ વિશે વાત કરીએ બંને ટીમો દ્વારા ફાઈનલ. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સિવાય કોચિંગ સ્ટાફના કેટલાક અન્ય સભ્યોએ ટીમ ઈન્ડિયા માટે બાર્બાડોસમાં ફાઈનલ માટે પીચનોલ અભ્યાસ કરવાનું કામ કર્યું.
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે કેપ્ટન માર્કરામે કેટલાક સાથી ખેલાડીઓ સાથે ફાઈનલ પહેલા બાર્બાડોસની પીચનો અભ્યાસ કરવાનું કામ કર્યું હતું. આમ બંને ટીમના ખેલાડીઓએ અને રણનીતિ જેમણે ફાઈનલની ઘડવાની છે, તેમણે પીચનો અભ્યાસ કર્યો હતો.
ટૂર્નામેન્ટમાં ફાઈનલ સુધીની સફર સુધીમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની કોઈ શક્યતાઓ જણાઈ રહી નથી. કારણ કે બંને ટીમોએ છેલ્લી કેટલીક મેચમાં ખાસ કોઈ પરિવર્તન પ્લેઈંગ ઈલેવનમાં કર્યા નથી.
ભારતીય ક્રિકેટ ટીમની અંતિમ ઈલેવનમાં પણ કોઈ ફેરફારની શક્યતાઓ જણાતી નથી. શિવમ દુબેને સ્થાને સંજૂ સેમસનને મોકો મળી શકે કે કેમ એ સવાલનો જવાબ પણ હાલ કોઈ પાસે નથી. જોકે દુબે ફાઈનલ મેચમાં મેદાનમાં જોવા મળે એવી શક્યતા પ્રબળ છે. તે હરીફ ટીમનો સ્પીનરો સામે રન નિકાળી શકે છે.
દક્ષિણ આફ્રિકાની વાત કરવામાં આવે તો, તે ત્રણ ઝડપી અને બે સ્પિનરો સાથે રમવાનું પસંદ કરી રહ્યા છે. જે રણનીતિમાં તેમને સફળતા પણ મળી રહી છે. ખાસ કરીને કાગિસો રબાડા, એનરિક નોર્ખિયા અને માર્કો યાનસેન ઝડપી બોલિંગ દમદાર કરી રહ્યા છે. જ્યારે સ્પિનર કેશવ મહારાજ અને તબરેજ શમ્સી પોતાનો મોરચો યોગ્ય રીતે સંભાળી રહ્યા છે.