શુભમન ગિલની કેપ્ટનશીપમાં 5 ટી20 મેચની સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની શરુઆત 6 જુલાઈથી થશે. આ પ્રવાસની છેલ્લી મેચ 14 જુલાઈના રોજ રમાશે.
ઝિમ્બાબ્વેમાં 5 ટી20 સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડી હરારે પહોંચી ચુક્યા છે. આ પ્રવાસ પર ભારતીય ટીમને 5 ટી20 મેચની સીરિઝ રમવાની છે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પ્રવાસ પર કોચની ભૂમિકા વીવીએસ લક્ષ્મણ ભારતીય ખેલાડીઓ સાથે પહોંચી ગયા છે. ઝિમ્બાબ્વે ટીમની વાત કરીએ તો તેમણે ભારતીય ટીમ હરારે પહોંચે તે પહેલા પ્રેક્ટિસ શરુ કરી દીધી છે.
શુભમન ગિલ અને ટીમ ઈન્ડિયાના હરારે પહોંચવાના ફોટો અને વીડિયો ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ભારતથી ઝિમ્બાબ્વે પહોંચી ગયા છે. તો શુભમન ગિલ ટી20 સીરિઝ માટે સીધી અમેરિકાથી હરારે પહોંચ્યો છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પહેલી વખત 5 ટી20 મેચની મોટી સિરીઝ રમાશે. આ પહેલા ક્યારે પણ ટીમે ઝિમ્બાબ્વેની સાથે 5ટી20 મેચની આટલી મોટી સીરિઝરમી નથી, વર્ષ 2010માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતે 2 ટી20 મેચની સિરીઝ રમી અને 2-0થી જીતી. ત્યારબાદ 2015માં પણ 2 મેચની સીરિઝ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમી હતી. જે 1-1થી ડ્રો રહી હતી. 2016માં ભારતીય ટીમે 3 ટી20 મેચની સિરીઝ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમી અને 2-1થી પોતાને નામ કરી હતી.