જમ્મુ-કાશ્મીરમાં શનિવારે પીએમ મોદીની રેલી પહેલા બે જગ્યાએ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા છે. ગઈકાલે કિશ્તવાડમાં બે જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય બે ઘાયલ છે. બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે.
જે બે જવાનો શહીદ થયા છે તેમની ઓળખ નાયબ સુબેદાર વિપિન કુમાર અને વ્હાઇટ નાઈટ કોર્પ્સના કોન્સ્ટેબલ અરવિંદ સિંહ તરીકે થઈ હતી. જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ 3-4 આતંકવાદીઓને જંગલોમાં ઘેરી લીધા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને ચત્રુ બેલ્ટના નૈદગામ ગામમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી છુપાયા વિશેની બાતમી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, શુક્રવારે બપોરે લગભગ 3.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઓપરેશન ચાલુ છે. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને સ્થિતિ ગંભીર છે.