News Updates
GUJARAT

 Weather:સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત,આગામી ચાર દિવસ આગાહી

Spread the love

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ તરફ અમદાવાદ અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે. બીજી તરફ સુરત, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. ખેડૂતોએ પોતાના પાકને લઈને સાવધાન રહેવુ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહે તેવી આગાહી કરી છે.


Spread the love

Related posts

નમો ડ્રોન દીદી યોજના માટે આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, જાણો કંપની વિશે

Team News Updates

CCTV: કૂતરાનો શિકાર માત્ર 3 સેકન્ડમાં ,રસ્તા પર આરામ ફરમાવી રહેલા કૂતરા પર દીપડો મોત બનીને ત્રાટક્યો,ગ્રામજનોમાં ફફડાટ

Team News Updates

અબુધાબીમાં મહંત સ્વામીનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે આગમન, હરિભક્ત અને સંતો દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

Team News Updates