સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો.
આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. કેસની આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે.
ઈશા ફાઉડેશન વિરુદ્ધ રિટાયર પ્રોફેસરે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમનો આરોપ હતો કે, ઈશા ફાઉડેશનના આશ્રમમાં તેની દિકરીઓ લતા અને ગીતાને બંધક બનાવી રાખવામાં આવી છે. 1 ઓક્ટોબરના રોજ, મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવને પૂછ્યું હતું કે, તેઓ મહિલાઓને મોહમાયાથી દુર વૈરાગ્ય જેમ જીવવા માટે કેમ પ્રેરિત કરે છે, જ્યારે તેમની પોતાની પુત્રી પરિણીત છે. તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર. હાઇકોર્ટે આ ટિપ્પણી એસ કામરાજની અરજી પર કરી છે.
સદ્દગુરુને હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.જેના પર આજે નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસને મદ્રાસ હાઈકોર્ટમાંથી પોતાની પાસે ટ્રાન્સફર કર્યો હતો. સાથે તમિલનાડુ પોલીસને હાઈકોર્ટ દ્વારા માંગેલા રિપોર્ટ કોર્ટમાં જમા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે પોલીસને હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને આગળની કાર્યવાહી કરવા પર પણ રોક લગાવી હતી.
ઈશા ફાઉડેશને કહ્યું ,બંન્ને છોકરીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેની ઉંમર 24 અને 27 વર્ષ હતી. તે પોતાની મરજીથી રહેતી હતી. સીજેઆઈએ બંન્ને મહિલા સંન્યાસીઓની સાથે પોતાની ચેમ્બરમાં ચર્ચા પણ કરી હતી. મહિલાએ કહ્યું કે, બંન્ને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉડેશનમાં છે. તેના પિતા છેલ્લા 8 વર્ષથી તેમને પરેશાન કરતા હતા.
મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતુ કે, તમિલનાડુ ઈશા ફાઉડેશન સાથે જોડાયેલા તમામ ફોજદારી કેસોની તપાસ કરો અને રિપોર્ટ સબમિટ કરો. બીજા દિવસે 1 ઓક્ટોબરે લગભગ 150 પોલીસકર્મીઓનો કાફલોઆશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.