News Updates
BUSINESS

ગોલ્ડ લોન પણ મળશે ગૂગલ પે પર હવે:અન્ય 8 ભારતીય ભાષાઓમાં લૉન્ચ અને જેમિની AI હિન્દી,ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં જાહેરાત કરાઈ

Spread the love

ટેક કંપની ગૂગલની ‘Google ફોર ઈન્ડિયા’ ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ ઇવેન્ટનું આ 10મું વર્ષ છે. આ ઇવેન્ટમાં, જેમિની AI હિન્દી અને અન્ય 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થવાની જાહેરાત કરવામાં આવી હતી.

દેશભરના Google Pay વપરાશકર્તાઓ માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે. આ માટે ગૂગલે મુથૂટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી કંપનીએ પોતે આપી નથી. ગૂગલ પેએ પણ તેની લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

ગૂગલે ભારતમાં તેના સસ્ટેનેબિલિટી ગોલ હાંસલ કરવા માટે અદાણી ગ્રુપ અને ક્લિયરમેક્સ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત ગુજરાતના ખાવડામાં 61.4 મેગાવોટનો સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્લાન્ટ, રાજસ્થાનમાં 6 મેગાવોટનો સોલાર પ્લાન્ટ અને કર્ણાટકમાં 59.4 મેગાવોટનો વિન્ડ પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

ગૂગલે કહ્યું કે તે 2026 સુધીમાં ભારતીય ગ્રીડમાં 186 મેગાવોટ નવી સ્વચ્છ ઉર્જા ઉત્પાદન ક્ષમતા ઉમેરશે તેવી અપેક્ષા છે.

ગૂગલે તેની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ ગૂગલ પેમાં એક નવું ફીચર UPI સર્કલ બહાર પાડ્યું છે. યુપીઆઈ સર્કલ દ્વારા પેમેન્ટ કરનાર યુઝર યુપીઆઈ એકાઉન્ટમાંથી કોઈપણ વ્યક્તિને જરૂરી મર્યાદા સાથે વ્યવહાર કરવાની મંજૂરી આપી શકે છે.

તાજેતરમાં જ સરકારે UPI સર્કલ ડેલિગેટેડ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. અત્યાર સુધી આ ફીચર માત્ર BHIM એપમાં જ ઉપલબ્ધ હતું. આના દ્વારા એક મહિનામાં વધુમાં વધુ 15 હજાર રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

ગૂગલે હિન્દી ભાષામાં જેમિની લાઈવની શરૂઆત કરી છે, જે આ વર્ષે ઓગસ્ટમાં પ્રથમ વખત Pixel ફોનમાં રજૂ કરવામાં આવી હતી. આ સાથે, આગામી અઠવાડિયામાં કંપની જેમિની લાઈવમાં બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તેલુગુ, તમિલ અને ઉર્દૂ ભાષાઓ માટે પણ સપોર્ટ ઉમેરશે.

Google એ વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, શિક્ષકો, વિકાસકર્તાઓ અને નાગરિક અધિકારીઓ માટે AI અભ્યાસક્રમો સાથેનો શૈક્ષણિક કાર્યક્રમ AI સ્કિલ હાઉસ શરૂ કર્યો છે.

ઓફર કરવામાં આવતા કેટલાક અભ્યાસક્રમોમાં જનરેટિવ એઆઈનો પરિચય, જવાબદાર એઆઈનો પરિચય અને મોટું લેન્ગવેજ મોડલ્સનો પરિચય સામેલ છે.

તે યુ ટ્યૂબ અને ગૂગલ ક્લાઉડ સ્કિલ બૂસ્ટ પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ હશે. આ કોર્સ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, અને ટૂંક સમયમાં 7 ભારતીય ભાષાઓમાં પણ આવશે.

ગૂગલ ઈન્ડિયાના એમડી કહે છે કે, ભારતની AI-ફ્યૂલ્ડ વાળી છલાંગમાં 2030 સુધીમાં રૂ. 33 લાખ કરોડના આર્થિક મૂલ્યને અનલોક કરવાની ક્ષમતા છે. ભારતીય AIનું આ આર્થિક મૂલ્ય ભારતની સમગ્ર પેઢીને આગળ વધારવાની શક્તિ ધરાવે છે.

શ્વેતપત્રનું શીર્ષક “ભારત માટે એઆઈ ઓપોર્ચ્યુનિટી એજન્ડા” છે. તેનો ઉદ્દેશ્ય “ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારના ભારત AI મિશનને સાકાર કરવામાં મદદ કરવાનો છે – ‘ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું, AI-રેડી વર્કફોર્સનું નિર્માણ કરવું, ઇન્ક્લૂઝિવ એડોપ્ટેશન અને ઍક્સેસિબિલિટીને પ્રોત્સાહન આપવું.’

ગૂગલે ગયા વર્ષે આયોજિત એક ઇવેન્ટમાં ભારતમાં ગૂગલ પિક્સલ 8 ને લઈને પણ જાહેરાત કરી હતી. આ વખતે કંપની ગૂગલ પિક્સલ 9ને લઈને આવી જાહેરાત કરી શકે છે.

ગૂગલ I/O 2024 માં, કંપનીએ ઘણા નવા AI સોલ્યુશન્સ વિશે માહિતી આપી હતી. આ ઇવેન્ટમાં, Google AI ટૂલના વિસ્તરણને લગતા અપડેટ્સ પણ આપી શકે છે. કંપની ભારતમાં ગૂગલ વોલેટ પણ લોન્ચ કરી શકે છે. આવી સ્થિતિમાં, આ ઇવેન્ટમાં ગૂગલ પેના વિસ્તરણને લગતી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે.

ગૂગલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રોમા દત્તા ચૌબેએ ‘ગૂગલ ફોર ઇન્ડિાયા’ની 10મી એડિશન 2024 લૉન્ચ કરી. તેમણે કહ્યું- એ દિવસો યાદ કરો જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરાવવાનો મતલબ કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું અથવા બિલ ભરવાનું એક દિવસનું કામ હતું. છેલ્લા 20 વર્ષોમાં, ભારતે ગુગલની સાથે કદમતાલ મેળવી પ્રગતિ કરી છે. UPIએ ચૂકવણીમાં ક્રાંતિ લાવી છે, અને ઓર્ડર દસ મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરવામાં આવી રહ્યા છે.


Spread the love

Related posts

લોન મોંધી નહીં થાય, EMI પણ નહીં વધે:રેપોરેટ 6.50% યથાવત, વર્ષ 2024માં મોંઘવારીનું અનુમાન 5.1%થી વધારીને 5.4% કરાયું

Team News Updates

મુકેશ અંબાણીના સંતાનો આટલા ફેમસ તો, અનિલ અંબાણીના દિકરા કેમ નહીં ? એક તો છે પ્લેન કલેક્શનનો શોખીન

Team News Updates

Triumph Scrambler 1200X બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું:એડજસ્ટેબલ સીટ સાથે 1200CC ટ્વીન સિલિન્ડર એન્જિન ઉપલબ્ધ, કિંમત ₹11.83 લાખ

Team News Updates