News Updates
RAJKOT

રૂ. 2.46 કરોડનાં ખર્ચે રમત-ગમતના મેદાનો બનશે,રાજકોટના 11 તાલુકામાં ખેલકૂદના મેદાનો:લોધિકા, પડધરી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણીમાં….

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ક્રાંતિ સર્જી રહી છે, ત્યારે આ અભિયાનને આગળ ધપાવવા માટે રાજકોટ જિલ્લાના દરેક એટલે કે, 11 તાલુકામાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે મેદાનો તૈયાર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં જિલ્લાના પાંચ તાલુકાઓમાં 2.46 કરોડના ખર્ચે રમત-ગમતના મેદાનો બનાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. આ 5 તાલુકામાં આગામી ત્રણેક મહિનામાં મેદાનો બનીને તૈયાર થઈ જવાના છે.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટ ઇન્ડિયા મોમેન્ટ ને આગળ ધપાવવાના ભાગરૂપે દરેક તાલુકા દીઠ એક રમત-ગમતનું મેદાન બનાવવાની દિશામાં હાલ પ્રયત્નો ચાલુ છે. લોધિકામાં મંત્રી ભાનુબેનના અધ્યક્ષતામાં મેદાનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.65 લાખના ખર્ચે ત્યાં વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જે કામ મહિનામાં પૂર્ણ થશે. સરકારી ખરાબા વણવપરાયેલા પડ્યા હતા, જેને લોકઉપયોગી બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ ઉપરાંત પડધરીની કવિ શ્રી દાદ સરકારી કોલેજમાં પણ રૂ. 46.23 લાખના ખર્ચે મેદાન બનાવવામાં આવનાર છે, જેનું ટેન્ડર પણ અપાઈ ગયું છે. ઉપલેટામાં પણ 51.86 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. જ્યારે જામકંડોરણાના જશાપરમાં રૂ. 48.16 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. કોટડા સાંગાણીની સરકારી કોલેજમાં રૂ. 34.64 લાખના ખર્ચે મેદાન તૈયાર કરવામાં આવનાર છે. આમ રૂ.2.46 કરોડના ખર્ચે આ કામો થનાર છે. તમામ કામ માટે ફંડ ડીએમએફમાંથી આપવામાં આવ્યું છે. જ્યારે પડધરીમાં ગ્રાઉન્ડના કામનું ફંડ લોકમેળા અમલીકરણ સમિતિમાંથી આપવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં આ તાલુકા લેવલે રમત-ગમતના મેદાનો ઉપલબ્ધ થશે.​​​​​​​

ઉલ્લેખનીય છે કે, હવે તમામ તાલુકા કક્ષાએ આ રમત ગમતના મેદાનો ઉપલબ્ધ બને તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. વધુમાં જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર, આ તમામ રમતગમતના મેદાનોમાં વોલીબોલ, કબડ્ડી, બાસ્કેટ બોલ, રનિંગ ટ્રેક, ચેજીંગ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રમતગમતના મેદાનોનોની જાળવણી માટે તાલુકા કક્ષાએ સમિતિ બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ મામલતદારને બનાવાશે. આ સાથે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને પણ સમિતિમાં આવરી લેવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ યુવાન સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તે માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Spread the love

Related posts

રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

Team News Updates

સેવાકીય પ્રવૃત્તિ બેસણામાં:ચણની ડીશ, કુંડા,પક્ષીના માળા, પુત્રના બેસણામાં પરિવારે પુત્રને સાચી શ્રદ્ધાંજલિ આપી

Team News Updates

PADADHARIમાં મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર શરૂ,ભાજપ અગ્રણી રોહિત ચાવડાની રજુઆતને સફળતા

Team News Updates