News Updates
RAJKOT

મીઠા મોં કરી ખુશી વ્યક્ત કરી જેલમુકિત મળતા:,રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પહેલા નોરતે વહેલી,આજીવન કેદના 4 કેદીને જેલમુકિત

Spread the love

રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ચાર કેદીઓને વહેલી જેલમુકિત મળી છે. આજે પ્રથમ નોરતા દરમિયાન જેલમુક્તિ મળતા કેદીઓના પરિજનોએ મીઠા મોઢા કરી ખુશી વ્યકત કરી હતી. જયારે જેલ અધિક્ષકે ચારેય ભાઈઓને ભગવત ગીતા આપી સારા નાગરિક બની સમાજમાં પુન:સ્થાપિત થવા સલાહ આપી હતી.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-475ની જોગવાઈઓને આધિન નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-473 હેઠળ રાજય સરકારને મળેલ સતાની રૂએ રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાકા કામના કેદી ધીરૂભાઈ નનકાભાઈ ધાખડા, સઈદ આદમભાઈ વરામ, જયેન્દ્રસિંહ નારૂભા ઝાલા અને હિતેષ મનુભાઈ જાદવને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધીન માફ કરીને તાત્કાલીક અસરથી જેલમુકત કરવા રાજય સરકાર દ્વારા હુકમ કરવામા આવેલ છે. જે અન્વયે કેદીઓને આજરોજ સરકારના હુકમ મુજબ નકકી કરવામા આવેલ શરતોને આધિન આજે પ્રથમ નોરતા દિવસે જેલમુકત કરવામાં આવેલ છે.

​​​​​​​રાજય સરકાર દ્વારા ઉપરોકત કેદીઓની સજાનો બાકીનો ભાગ માફ કરી સમાજમાં પુન:સ્થાપિત થાય તેવા શુભ આશયથી જેલમુકત કરવા હુકમ કરાતા જેલ અધિક્ષક રાઘવ જૈન દ્વારા આ તમામ બંદીવાનોને શ્રીમદ ભાગવત ગીતા ભેટમાં આપી હતી તેમજ આ બંદીવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Spread the love

Related posts

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી: પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો રૂ. ૫ હજારનો દંડ

Team News Updates

કેરી રસીયાઓને હવે નહીં જોવી પડે રાહ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરીનું થયુ આગમન

Team News Updates

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Team News Updates