News Updates
VADODARA

1100 અખંડ દીવા નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે ગુજરાતમાં એકમાત્ર એવુ મંદિર 

Spread the love

મા શક્તિની આરાધનાનો એકમાત્ર પર્વ એટલે નવરાત્રી છે. નવરાત્રીના નવ દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા – અર્ચના કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવુ મંદિર છે. જ્યાં નવરાત્રીના નવ દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.

વડોદરાના સેવાસી ખાતે આવેલુ ગાયત્રી માતાનું મંદિર અહીં પ્રથમ નોરતાથી લઈને છેલ્લા નોરતા સુધી 1100 દીવા પ્રજવલિત કરવામાં આવે છે. દીવા પ્રગટાવવા માટે 1200 કિલોથી વધુ શુદ્ધ ઘીનો વપરાશ થાય છે. તેમજ પૂજામાં પવિત્રતા રહે અને દીવા બુઝાઈ ના જાય તે માટે 24 કલાક બ્રાહ્મણો દ્વારા મંદિરમાં દેખરેખ કરવામાં આવે છે.

બીજી તરફ ગાંધીનગર નજીક રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીને લઈનું આયોજન કરવામાં આવે છે. આ ગામમાં દર વર્ષે નવરાત્રીના છેલ્લા નોરતે પરંપરાગત રીતે માતાજીની પલ્લી નીકળતી હોય છે. આ વર્ષે પણ મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

પલ્લીના મેળામાં 10 લાખથી વધુ ભક્તો આવે છે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકળી છે. જે જે સ્થળે પલ્લી ઉભી રહી છે. ત્યાં ભક્તો પલ્લી પર ઘી નો ચઢાવો કરે છે. ખાસ વાત એ છે કે રૂપાલ ગામની વિવિધ જાતિ અને જ્ઞાતિઓ એક થઈને માતાજીની પલ્લી તૈયાર કરે છે. ગત વર્ષે ભક્તો દ્વારા કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ધરાવવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Spread the love

Related posts

VADODARA: નકલી પોલીસે રેડ કરી 10 લાખ માગ્યા,વડોદરામાં ડોક્ટરને યુવતીએ ઘરે મસાજ કરાવવા બોલાવી નગ્ન કર્યો;ફેસબુકથી કરેલી ઓફર હનીટ્રેપ સુધી

Team News Updates

વડોદરામાં બુટલેગરના ઘરે PCBની રેડ:ઘરમાં બનાવેલા ચોરખાના તો ઠીક ડીજેના સ્પીકરની અંદરથી પણ દારૂની બોટલો નીકળી, 1ની ધરપકડ, 3 વોન્ટેડ

Team News Updates

 વડોદરા ની IOCL રિફાઇનરીમાં ભીષણ આગ  ,ધુમાડાના ગોટેગોટા દેખાયા 6 કિમી દૂર સુધી

Team News Updates