ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં સરળતાથી જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમને પહેલી ટી-20 મેચમાં 7 વિકેટથી જીત મળી છે.ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ લેનાર બોલર બન્યો છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ભારતની જીતમાં ભારતીય બોલરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ.
તમને જણાવી દઈએ કે, અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તી 3 વિકેટ લઈ બાંગ્લાદેશની ઈનિગ્સને 127 રન પર રોકવામાં સફળતા મેળવી હતી. આ મેચમાં અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો છે.
ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ લેનાર બોલર બન્યો છે.અર્શદીપે અત્યાર સુધી ટી20માં 11 વખત આ કારનામું કર્યું છે. આમ કરીને અર્શદીપે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને હરાવ્યા છે
આ 3 બોલરેઓ અત્યારસુધી ટી20માં 10 વખત 3થી વધારે વિકેટ લેવામાં સફળતા મેળવી છે. અર્શદીપ સિંહ સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે. વર્ષ 2024માં ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપે 25 વિકેટ લીધી છે. આ કારણે અર્શદીપને હવે ભારતીય ક્રિકેટમાં નાના ફોર્મેટમાં શાનદાર બોલર માનવામાં આવે છે
128 રનના ટાર્ગેટનો પીછો કરવા હાર્દિક પંડ્યાએ સતત 2 ચોગ્ગા ફટકાર્યા અને 12મી ઓવરમાં અહમદના બોલ પર સિકસ ફટકારી જીત મેળવી છે. પંડ્યાએ પોતાની ઈનિગ્સમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી.