News Updates
SURAT

SURAT:હત્યા નજીવી બાબતે:ઝઘડો થયો પાણીની પાઇપલાઇન બાબતે ,મારામારી બાદ મામલો ગરમાતા આરોપીએ ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી

Spread the love

લાલગેટ વિસ્તારમાં આવેલ ઘાસતીપુરા નજીક પાણીની પાઇપલાઇન જેવી નાની બાબતે શરૂ થયેલું વિવાદ જીવલેણ બનાવમાં પરિવર્તિત થયું હતું. જે દરમિયાન એક યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લાલગેટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘાસ્તીપુરા ખાતે આવેલ વરિયાવ બઝાર ખાતે રહેતા મૃતક અફઝલ મહેબૂબ પટેલ અને આરોપી એજાજ ફારુક મોમીન વચ્ચે પાણીની પાઇપલાઇન બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો પ્રથમ અપશબ્દો આપવી સુધી પહોંચ્યો, જે બાદ તે ઉગ્ર બનતાં એજાજે પોતાની પાસે રાખેલું ચપ્પુ કાઢી અફઝલના પેટ અને અન્ય ભાગમાં ઘા મારી દીધા હતા. ઘા એટલા ગંભીર હતા કે અફઝલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવકે પોતાની પાસેનું ચપ્પુ કાઢી બીજા યુવકને પેટમાં તથા શરીરના ભાગે ઉપરાછાપરી મારી દેતા તે લોહીલુહાણ થઈ ત્યાં ઢળી પડ્યો હતો. ચપ્પુના જીવલેણ ઘા મારવામાં આવતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ લાલગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસે હત્યા કરનાર યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હત્યાના આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આગળની કામગીરી માટે પોલીસે લોકો પાસેથી આપેલી જાણકારી અને CCTV ફૂટેજનો અભ્યાસ કરીને આરોપીને ઝડપવાના પ્રયત્નો હાથ ધર્યા છે.


Spread the love

Related posts

SURAT:OPDમાં 100થી વધુ લોકોને દાખલ;સિવિલમાં બેડની અછત રોગચાળો વકરતા!જમીન પર પથારીમાં સુવડાવી સારવાર

Team News Updates

SURAT:ચોરી કરતા માત્ર બાઈક ગુજરાત-મહારાષ્ટ્રમાં:બાઇકના રજીસ્ટ્રેશન નંબર, ચેચીસ નંબર અને એન્જિન નંબર હટાવી દેતા હતા,ગેંગ ઝડપાઈ

Team News Updates

SURAT:દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ સુરતના ડીંડોલીમાં,ઓપરેશન કરી બાળકીને બચાવાઈ

Team News Updates