ગરબાડા તાલુકાના નવાગામે બાળ લગ્ન થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓને થઈ હતી.તેમણે સ્થાનિક પોલીસ તંત્ર સાથે મળી નવાગામ ખાતે ચાલતા લગ્ન પ્રસંગમાં પહોંચી આ બાળ લગ્ન અટકાવ્યા હતા.બંને પરિવારોને સમજાવટ કરતા આખરે બંને પરિવારોની સંમતિથી આ બાળ લગ્ન થતાં અટકી ગયા હતા.
સમાજ સુરક્ષાની ટીમ પોલીસ સાથે પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાગામમાં સગીરાના લગ્ન થવાના હતા.તેના માટે જાન નગરાળા ખાતેથી આવતી હોવાની જાણ બાળ સુરક્ષા એકમ તેમજ સમાજ સુરક્ષા વિભાગને થતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી લગ્ન સ્થળ પર જવા રવાના થયાં હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં નગરાળાથી નીકળી નવાગામ ખાતે લગ્ન મંડપમાં જાન આવી ગઈ હતી.
વાલીઓને કાયદાની જાણકારી આપી
લગ્નની પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી.તે સમયે લગ્ન મંડપમાં પહોંચેલી બાળ સુરક્ષા એકમના તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે આ બાળ લગ્ન થતા અટકાવ્યા હતા. અને યુવક યુવતીના બંને પરિવારજનોને સમજાવટ કરી આ બાળ લગ્ન અટકવાતા લગ્ન કરવા આવેલી જાન વિલા મોઢે પરત ફરી હતી.અને આ બાળ લગ્ન થતા અટકી ગયા હતા.
ક્યારેક આવી કાર્યવાહી બાદ અંદરો અંદર તકરાર પણ થાય છે.
આમ જિલ્લા બાળ સુરક્ષા એકમ સમાજ સુરક્ષા વિભાગ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીના પગલે વધુ એક બાળ લગ્ન થતા અટક્યા હતા.આ પહેલા પણ જિલ્લામા સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા વિભાગે ઘણે ઠેકાણે બાળ લગ્નો અટકાવ્યા છે.ત્યારે કેટલીક વાર આવી બાબતો સ્થાનિક કક્ષાએ તકરારોનુ કારણ પણ બને છે.