News Updates
NATIONAL

Gujarat માં સી-પ્લેન સેવા પુન: શરૂ કરવા કવાયત, બે રુટ અંગે વિચારણા

Spread the love

દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. જેની માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં ઓછા મુસાફરો મળતા અને સી પ્લેન ચલાવતી કંપનીને નુકસાન થતાં સેવા બંધ કરી દેવામાં આવી હતી.

ગુજરાતના(Gujarat) અમદાવાદની સાબરમતી થી નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી( Statue Of Unity)સુધી કરવામાં આવેલી સી-પ્લેન (Sea Plane) સેવા હાલ બંધ છે. જો કે સરકાર દ્વારા આ સેવાને પુન: શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે . જેમાં ગુજરાત એવિએશન ઓથોરીટી તરફથી મળેલી માહિતી મુજબ સી-પ્લેન સેવા ફરી કરવા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કેવડીયાથી સાબરમતી અને ધરોઇથી સાબરમતી બે રુટ પર સી-પ્લેન સેવા શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કેવડીયા સુધી સેવા પુન: શરૂ કરવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા પ્રવાસીને સુવિધા મળી શકે તેમ છે. જ્યારે મહેસાણાના ધરોઇ સુધી સી-પ્લેન સેવા શરૂ થાય તો ઉત્તર ગુજરાતની શકિતપીઠ અંબાજી જતાં પ્રવાસીઓને પણ સુવિધા મળી શકે તેમ છે. જેના પગલે આ બંને રુટ પર સી-પ્લેન સેવા પુન: શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

સી પ્લેન ચલાવતી કંપનીને વધુ ટ્રાફિક મળે તેવા વિકલ્પ ઉપર પણ વિચારણા ચાલી રહી છે

આ પૂર્વે અમદાવાદની સાબરમતીથી કેવડીયા કોલોની સુધી શરૂ કરવામાં આવેલી સી -પ્લેન સેવા ખાનગી ઓપરેટરને આપવામાં આવી હતી. તેમજ સી-પ્લેનના વારંવાર કરવામાં આવતા મેઈન્ટેનન્સને પગલે સેવા ટૂંકા ગાળામાં જ બંધ કરવામાં આવી હતી. જેમાં ઓપરેટિંગ કોસ્ટ ઉંચી જતા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવી હતો . સી પ્લેનના રૂટ વધારવા અને ધાર્મિક-પ્રવાસન સ્થળોનો સમાવેશ કરી એક કરતા વધુ સ્થળોને સાંકળવામાં આવે તો સી પ્લેન ચલાવતી કંપનીને વધુ ટ્રાફિક મળે તેવા વિકલ્પ ઉપર પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે ધરોઈ ખાતે સી પ્લેન ઉતરી શકે તે માટે જેટ્ટી બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.

સી પ્લેન ચલાવતી કંપનીને નુકસાન થતાં સેવા બંધ કરી દેવામાં આવી હતી

દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. જેની માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં ઓછા મુસાફરો મળતા અને સી પ્લેન ચલાવતી કંપનીને નુકસાન થતાં સેવા બંધ કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સી પ્લેન સેવા પુન: કાર્યરત કરવા મીટિંગ યોજાઈ રહી છે. સરકાર પોતે સી પ્લેનની ખરીદી કરે તો તે માટેનો ખર્ચ અને પાયલોટ સહીતનો મોટો ખર્ચ ભોગવવો પડે તેમ છે. તેની સામે સી પ્લેન ચલાવવા માગતી કંપનીઓ સરકાર પાસેથી જે સહાયની અપેક્ષા રાખે છે તે કેટલી આપવી તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


Spread the love

Related posts

ભૂકંપ-સુનામીની ભવિષ્યવાણી થશે સાકાર.. NISAR સેટેલાઈટ આપશે ખાસ માહિતી, જાણો કેટલુ છે તેનું બજેટ?

Team News Updates

સપાના સાંસદ ડૉ. બર્કનું નિધન:5 વખત સાંસદ અને 4 વખત ધારાસભ્ય હતા; અખિલેશે સંભલથી લોકસભા 2024ની ટિકિટ આપી હતી

Team News Updates

170 લોકોના મોત 4 દિવસમાં -નેપાળમાં પૂર-ભૂસ્ખલન:16 પુલ તૂટ્યા,50થી વધુ ગુમ; 300થી વધુ ઘરો પાણીમાં ગરકાવ

Team News Updates