News Updates
INTERNATIONAL

ગો ફર્સ્ટ એરલાઇન વેચાશે, NCLTને આપી મંજૂરી:19 મે સુધીની તમામ ફ્લાઇટ રદ થતાં લાખો મુસાફરો રઝળી પડ્યા, બીજી ફ્લાઇટ મેળવવામાં મુશ્કેલી

Spread the love

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ GoFirst ની નાદારી રિઝોલ્યુશનની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ સાથે NCLTએ GoFirst ચલાવવા માટે અભિલાષ લાલને વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિયુક્ત કર્યા છે. NCLTએ GoFirstને તેના વ્યવસાય અને નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરવાનું ચાલુ રાખવાની મંજૂરી આપતાં કોઈપણ કર્મચારીની છટણી ન કરવા જણાવ્યું છે. આ દરમિયાન એરલાઈને કહ્યું કે 19 મે, 2023 સુધીની GoFirst ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રની GoFirst એરલાઈને પોતે નાદારી પ્રક્રિયામાં જવાની અપીલ કરી હતી.

લીઝિંગ કંપનીઓની અપીલ: આ દરમિયાન જે કંપનીઓએ GoFirstને એરક્રાફ્ટ લીઝ પર આપ્યું છે તેમણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને વિમાનોની નોંધણી રદ કરવા વિનંતી કરી છે. અત્યાર સુધીમાં કુલ 45 એરક્રાફ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવાની અપીલ કરવામાં આવી છે. 2 મેના રોજ જ્યારે વિમાનનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે GoFirst પાસે તેના કાફલામાં કુલ 55 એરક્રાફ્ટ હતાં.

GoFirstએ શા માટે નિર્ણય લીધો: વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઈને એરક્રાફ્ટ એન્જિનના પુરવઠાને લગતી સમસ્યાઓને ટાંકીને જણાવ્યું હતું કે નાણાકીય તંગીને કારણે તેઓ ફ્લાઈટ્સ ચલાવવામાં અસમર્થ છે. એરલાઇન કંપની પર લગભગ રૂ.11,463 કરોડનું દેવું છે. તમને જણાવી દઈએ કે GoFirst લગભગ 18 વર્ષથી ઉડ્ડયન ઉદ્યોગમાં સક્રિય છે. તેનું નામ પહેલાં ગો એર હતું, જે 2021માં બદલવામાં આવ્યું હતું.

જેટ એરવેઝ જેવી સ્થિતિઃ GoFirst એરલાઈન પહેલાં જેટ એરવેઝની પણ આવી જ સ્થિતિ હતી. જેટ એરવેઝે એપ્રિલ 2019માં આર્થિક તંગીને કારણે ફ્લાઇટ સેવાઓ બંધ કરી દીધી હતી. ત્યારબાદ કંપની નાદારીની પ્રક્રિયામાં ગઈ અને તેને નવા ખરીદનાર કાલરોક કેપિટલ-મુરારિ લાલ જાલાન કન્સોર્ટિયમ બન્યા.

ગો ર્ફ્સ્ટના દેશમાં 25 એરક્રાફ્ટ
સૂત્રોના મતે, એરલાઈન્સ કંપનીઓને કેશ ફ્લો જાળવી રાખવો જરૂરી હોય છે. તેથી તેમની સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ ટિકિટદીઠ કમિશન રાખીને બલ્કમાં ડ્રાય સેલરોને એકાદ વર્ષ પહેલાં જ ટિકિટો વેચી દે છે. જેમ કે, મે-જૂનના વેકેશનમાં ચંડીગઢ, ગોવા, શ્રીનગર, દિલ્હી, લેહની ફ્લાઈટોની સીટો અગાઉથી જ વેચી દેવાઈ હોય છે. ગો ર્ફ્સ્ટના દેશમાં 25 એરક્રાફ્ટ છે. જો તે પાંચ રૂટ પર સેવા આપે તો કુલ 75 ફ્લાઈટ રોટેશનમાં ફરે, જેની 13,500 સીટો થાય. હવે એક દિવસ મુજબ 50 ટકા બ્લેકમાં 6750 સીટ વેચી હોય એવું માનીએ, તો આખા વર્ષમાં એરલાઈન્સે 24 લાખથી વધુ સીટ વેચી દીધી હોય.

ડોમેસ્ટિક એરલાઈન્સમાં ગો ફર્સ્ટનો 20% હિસ્સો
અમદાવાદ પર આ ઘટનાનો શું પ્રભાવ પડી શકે તે માટે દિવ્ય ભાસ્કરે પ્રખ્યાત મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક આલાપ મોદી સાથે વાત કરી હતી. આલાપ મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ એરલાઇન્સ કંપનીનો અમદાવાદથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં 15-20 ટકા જેટલો હિસ્સો છે. આ એરલાઇન્સ કંપનીની અમદાવાદથી ચંદીગઢ, શ્રીનગર, દિલ્હી, બેંગ્લોર, કોચી, કોલકાતા અને ગોવાની ફ્લાઇટ ઓપરેટ કરે છે.

ઉનાળુ વેકેશન માટે 25 હજાર પેસેન્જરનું બુકિંગ
અમદાવાદથી વેકેશનને જોતા ચાલુ મહિનામાં શ્રીનગર, કાશ્મીર, ગોવા વગેરે પ્રવાસી સ્થળોના 25 હજાર જેટલા પેસેન્જર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ એરલાઇન્સમાં બુક થઈ ચૂક્યા છે. આની સાથે જ હોટેલ, રિસોર્ટ, લોકલ ટ્રાન્સપોર્ટ વગેરે સહિતના એડવાન્સ ખર્ચા પણ ફસાઈ ગયા છે. જો આ પ્રકારની પરિસ્થિતિ આગામી સમયમાં પણ રહેશે, તો સૌથી વધુ નુકસાન લદ્દાખ સેક્ટરના પ્રવાસમાં થશે. આ મહિનામાં કંપની પોતાનું ઓપરેશન બંધ રાખે તો અમદાવાદથી આશરે 37.50 કરોડનું રૂપિયાનું મુસાફરીમાં નુકસાન થઈ શકે છે.


Spread the love

Related posts

ખાલિસ્તાની આતંકવાદી પન્નુને ત્યાં NIAના દરોડા:ચંદીગઢ-અમૃતસરની પ્રોપર્ટી કબજે કરી, હવે આ પ્રોપર્ટી સરકારની રહેશે

Team News Updates

આયોવાની સિટીઝન્સ બેંક થઈ બંધ, આયોવા ટ્રસ્ટ એન્ડ સેવિંગ્સ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે થાપણો

Team News Updates

પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના, આરોપીઓ પોલીસ પકડથી દૂર

Team News Updates