News Updates
NATIONAL

આગના ભયાવહ દૃશ્યો પ્લેનમાંથી કેદ થયા:બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડા બજારમાં ભીષણ આગથી ધૂમાડાના ગોટેગોટાથી મોટું વાદળ સર્જાયું, ડરામણો નજારો જોવા મળ્યો

Spread the love

બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ગઈકાલે અચાનક જ ફટાકડા બજારમાં આગ લાગી હતી. એક દુકાનમાં આગ લાગતા આગ ધીમે ધીમે વધુ ફેલાતા અન્ય દુકાનો પણ આગની ચપેટમાં આવી હતી. ફટાકડાની વધુ દુકાન હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જેમ જેમ આગ પ્રસરતી જતી તેમ તેમ તડાકા ધડાકા સાથે ફટાકડા પણ ફૂટી રહ્યા હતા. આથી સ્થાનિક લોકો વધુ ડરી ગયા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગના દૃશ્યો ઊંચા આકાશમાં પ્લેનમાંથી પણ કેદ થયા છે. પ્લેનમાં સવાર મુસાફરે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જેમાં આગના ગોટેગોટાથી મોટું વાદળ સર્જાયું હોય તેવો ડરામણો નજારો જોવા મળ્યો હતો.

ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો
ભીષણ આગને બૂઝાવવા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો, ફાયરની ટીમે ચાર કલાક પાણીનો સતત મારો ચલાવ્યો હતો. પાણીના સતત મારાથી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જેમાં ફાયરની ટીમની રોબોટે પણ મદદ કરી હતી. ફાયરની ટીમ દ્વારા આગ બૂઝાવવા માટે ઓટોમેટિક રોબોટ રાખવામાં આવ્યો હતો. જ્યાં ફાયર ફાઈટર ન જઈ શકે તે જગ્યાએ ઓટોમેટિક રોબોટ જઈને આગ બૂઝાવી શકે છે.

એકસાથે 25 દુકાન સળગીને ખાખ
ભીષણ આગને કારણે એકસાથે 25 દુકાન સળગીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર આકાશ આગના ધૂમાડાથી ઢંકાઈ ગયું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે, એને બૂઝાવવા માટે અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. બાદમાં આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે સેક્ટર-1 JCP નીરજ બડગુર્જર અને DCP સુશીલ અગ્રવાલ ઘટનાસ્થળે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોને દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

ફટાકડાના બે ગોડાઉનમાં આગ લાગી હતી
ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડા બજારમાં બપોરે 04:00 વાગ્યાની આસપાસ ફટાકડાના બે ગોડાઉનમાં આગ લાગી હતી. અમને આ બનાવની જાણ થઇ જેથી અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

આગમાં 8 લોકો ઈજા પામ્યા
108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ અમારી 108ની એમ્બ્યુલન્સમાં ત્રણ ઇજાગ્રસ્તોને શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાંચ લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. આમ કુલ 8 લોકો આ ઘટનામાં ઈજા પામ્યા હતી. શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ત્રણમાંથી બે દર્દીઓને બાપુનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને શ્વાસ લેવાની તકલીફ હતી. બંને દર્દીઓની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.


Spread the love

Related posts

9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ આવી, રોજગાર મેળામાં PM નરેન્દ્ર મોદીનું નિવેદન

Team News Updates

ભારતીય રેલવેમાં નીકળી વેકેન્સી:31 મે સુધી અરજી કરો, 1.60 લાખ સુધીનો પગાર મળશે

Team News Updates

Punjab:મૌલવીએ  પત્ની બિમાર હતી  તો આ હેવાન એ પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી

Team News Updates