News Updates
NATIONAL

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સ્ટેટ મોનિટરીંગ સેલના બે દરોડા, 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

Spread the love

સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરીંગ સેલે (State Monitoring Cell) રસ્તામાં જ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બે જૂદી-જૂદી રેડ (SMC Raid) કરીને લાખોની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગર (Bootlegger) દ્વારા અવનવી તરકીબ થકી રાજ્યમાં દારૂ ધુસાડવાનો (Liquor Smuggling) પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashtra) લઈ જવાતો દારૂ પણ મરચા અને સોડા પાઉડરની આડમાં લઈ જવામાં આવતો હતો. તેમ છતાં બુટલેગર સ્ટેટ મોનિટરીંગ સેલની નજરથી બચી શક્યા ન હતા.

બાવળાથી સોડા પાઉડરની આડમાં દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર ડી. જે. બારોટને માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રમાં મોટી સંભ્યામાં દારૂનો જથ્થો ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે (Ahmedabad- Rajkot Highway) પર સ્ટેટ મોનિટરીંગ સેલે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સાવંતી જૈન મંદિર સામે રામનગર વિસ્તારમાં RJ01 GE 7077 નંબરની ટ્રક આવતા તેને અટકાવીને તલાસી લેવામાં આવી હતી. ટ્રકમાંથી પહેલી નજરે જોતા તેમાં સોડા જેવા પાઉડર ભરેલી 320 જેટલી ગુણીઓ મળી આવી હતી. જોકે આ ગુણીઓને હટાવીને પોલીસે તપાસ કરતાં ટ્રકમાંથી 11,988 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂપિયા 35,05,500 જેટલી થાય છે. જોકે પોલીસના દરોડા પડતાં ટ્રક ચાલક ટ્રકને મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક નંબરના આધારે વાહન ચાલકની શોધખોળ શરૂ કરીને કુલ રૂપિયા 55,42,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત આ દારૂનો જથ્થો થાનમાં લઈ જવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બગોદરાથી મરચાની આડમાં દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટરીંગ સેલના બીજા દરોડામાં હરિયાણાથી રાજકોટ લઈ જવાતો દારૂનો જથ્થો વચ્ચેથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર ડી. જે. બોરોટને રાજકોટ લઈ જવાતા દારૂના જથ્થા અંગે માહિતી મળી હતી. માહિતીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બગોદરા પાસે હોટેલ વે વેઈટની સામેના રોડ પરથી પસાર થતી ટ્રક નંબર RJ19 GG 9615ને અટકાવીને તલાસી લેવામાં આવી હતી. ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાંથી પ્રથમ દ્રષ્ટીએ કેપ્સીકમ મચરાની 266 ગુણી મળી આવી હતી. આ ટ્રકમાં દારૂની પાક્કી બાતમી હોવાના કારણે મચરાની ગુણી હટાવીને વધુ તલાસી લેવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકમાંથી 7190 દારૂની બોટલ મળી આવી હતી. જેની અંદાજીત કિંમત રૂપિયા 27.26 લાખ જેટલી થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે રાજસ્થાનના શેરગઢ તાલુકાનો ટ્રક ચાલક ભીખારામ દેવાસીને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 47.84નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલકની પુછપરછમાં સામે આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો હરિયાણાથી લઈને આવ્યો હતો અને રાજકોટમાં લઈ જવાનો હતો. રાજકોટમાં પહોંચ્યા બાદ તેમને આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેમણે જ્યાં કહે તે સ્થળ પર દારૂનું કટીંગ કરવાનું હતું.


Spread the love

Related posts

National:વીંધી નાખ્યો શૂટરે જિમ માલિકને 6-8 ધડાધડ ગોળીઓ ચલાવી,દિલ્હીના પોશ વિસ્તારની ઘટના,લોરેન્સ ગેંગના રોહિત ગોદરાએ ફાયરિંગની જવાબદારી લીધી

Team News Updates

BharatPeના MD અશ્નીર ગ્રોવર સામે FIR દાખલ, 81 કરોડની છેતરપિંડીનો કેસ

Team News Updates

UPમાં પેપર લીક થયા બાદ પોલીસ ભરતી પરીક્ષા રદ:6 મહિનામાં ફરી પરીક્ષા; 60 હજાર પોસ્ટ, 48 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

Team News Updates