News Updates
NATIONAL

ગુજરાતમાં ચોમાસુ શરુ થશે મોડુ, જાણો આ વર્ષે કેટલો વરસાદ રહેવાની છે શક્યતા

Spread the love

કેરળમાં આ વખતે ચાર જૂને ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. દર વર્ષે કેરળમાં ચોમાસુ શરૂ થયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે.

આ સિઝનમાં ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2023) મોડું શરુ થશે. હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેરળમાં આ વખતે ચાર જૂને ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. દર વર્ષે કેરળમાં ચોમાસુ શરૂ થયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. જેથી કેરળમાં ચોમાસુ મોડુ શરુ થવાની શક્યતા હોવાછી ગુજરાતમાં પણ ચોમાસુ થોડુ મોડુ શરુ થશે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ચોમાસામાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મોન્સૂનને લઇને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોન્સૂન કામગીરીના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે ચાર દિવસના વિલંબ સાથે કેરળ (Keral) પહોંચવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર ચોમાસું 5 જૂન સુધીમાં દક્ષિણ રાજ્યમાં પહોંચી શકે છે. એ સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને એન્ટ્રી કરે છે. આ સાથે દેશમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત ગણવામાં આવે છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે.

હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં આ માહિતી આપી હતી. જો વરસાદ સામાન્ય રહેશે તો દેશમાં અનાજનું ઉત્પાદન પણ સામાન્ય રહેશે, એટલે કે એનાથી મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. દેશના ખેડૂતો સામાન્ય રીતે 1 જૂનથી ઉનાળુ પાકની વાવણી શરૂ કરતા હોય છે. આ એ સમય છે જ્યારે ચોમાસું ભારતમાં પહોંચે છે. પાકની વાવણી ઓગસ્ટની શરૂઆત સુધી ચાલુ રહે છે.


Spread the love

Related posts

ચા પીવા ઉતરેલો ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો અને બસ ખાઈમાં ખાબકી!

Team News Updates

PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે, તામિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે

Team News Updates

8000 ફૂટ પરથી કૂદ્યો નેવી કમાન્ડો, પેરાશૂટ ફસાઇ જવાથી મોત:અંધારામાં જમ્પ ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, આગ્રામાં હાઈટેન્શન લાઇનમાં પેરાશૂટ ફસાઇ

Team News Updates