News Updates
NATIONAL

MPના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા:7નાં મોત, 100થી વધુ ઘાયલ; રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા; ગંભીર ઘાયલોને ભોપાલ-ઈન્દોર ખસેડાયા

Spread the love

મધ્યપ્રદેશનાં હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 7 લોકોના મોત થયા છે. 100થી વધુ લોકો ઘાયલ છે.

ફેક્ટરીની આસપાસનો રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા છે. 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તંત્રએ 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. વિસ્ફોટના કારણે અફરા-તફરી મચી ગઈ હતી.

7 લોકોનાં મોત થયાં, 100થી વધુ લોકો ઘાયલ
હરદાના સિવિલ સર્જન ડૉ. મનીષ શર્માએ જણાવ્યું કે દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની આસપાસ રસ્તા પર 15 જેટલા મૃતદેહો વેરવિખેર પડેલા છે. હરદા અને આસપાસના જિલ્લામાંથી 114 જેટલી એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે.

હરદામાં રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા હતા

ઈન્દોરમાં પણ ઘાયલોની સારવાર માટેની તૈયારીઓ
ઇજાગ્રસ્તોને ઇન્દોરની MY હોસ્પિટલમાં લાવવાની સંભાવનાને કારણે વ્યવસ્થાઓ એલર્ટ પર છે. કલેક્ટર આશિષ સિંહ MY હોસ્પિટલ પહોંચ્યા છે. ઈન્દોરથી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર પણ ટીમ હરદા ખાતે મોકલી આપવામાં આવી છે. ઇન્દોરમાં ઘાયલોની સારવાર માટે વહીવટીતંત્ર અને એમજીએમ મેડિકલ કોલેજને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

સીએમ ડો.મોહનની ઈમરજન્સી બેઠક મળી
મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવની ઈમરજન્સી બેઠક મળી હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા જવાની સૂચના આપી હતી. ભોપાલ, ઈન્દોરમાં મેડિકલ કોલેજ અને એઈમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

હરદા અને ભોપાલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો
હરદા અને ભોપાલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાંથી ઘાયલ થયેલા લોકોને આ કોરિડોર દ્વારા ભોપાલની હમીદિયા હોસ્પિટલ અને AIIMS ભોપાલમાં લાવવામાં આવશે.
સીએમએચઓ હરદા ડો. એચપી સિંહે જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા 7 લોકોને હરદા જિલ્લા હોસ્પિટલમાંથી હમીદિયા હોસ્પિટલ, ભોપાલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ ફેક્ટરી મગરધા રોડ પર બૈરાગઢ ગામમાં છે. મંગળવારે સવારે ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું શહેર ધ્રૂજી ઊઠ્યું. ફટાકડા ફોડવા માટે રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગએ ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી. હરદા, બેતુલ, ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર ઋષિ ગર્ગ, એસપી સંજીવ કુમાર કંચન સહિત સમગ્ર વહીવટીતંત્ર સ્થળ પર હાજર હતું.

નજરે જોનારે જણાવ્યું- 200 મીટર દૂર ઘરોની છત પણ ઉડી ગઈ હતી
નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 200 મીટર દૂર આવેલા મારા ઘરમાંથી ટીન ઉડી ગયા હતા. અમે ડરી ગયા અને બહાર દોડ્યા. આ દરમિયાન ફરી બ્લાસ્ટ થયો, બાદમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા. પથ્થરો કેટલાય ફૂટ ઉછળ્યા. રાહદારીઓ કૂદીને રોડ પર પડ્યા હતા. ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. મને લાગે છે કે ઓછામાં ઓછા 1000 લોકો ત્યાં ફસાયેલા હશે.

ઘરમાં ગેરકાયદે રીતે ગનપાઉડર રાખવામાં આવ્યો હતો
જણાવવામાં આવ્યું હતું કે ફેક્ટરીની આસપાસના ઘરમાં ગેરકાયદેસર રીતે ગનપાઉડર રાખવામાં આવ્યો હતો. જેના કારણે અનેક મકાનો સંપૂર્ણપણે તૂટી ગયા હતા. અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ આ આગની ઝપેટમાં આવી ગયા.


Spread the love

Related posts

ગુજરાતના MLAને પાર્ટી MPમાં દોડાવશે:મધ્યપ્રદેશની ચૂંટણીનું રિયાલિટી ચેક કરવા ગુજરાતના 48 ધારાસભ્યોને કામ સોંપાયું; હાર્દિક પટેલ, કેતન ઈનામદાર, અમૂલ ભટ્ટ સહિતના નામ

Team News Updates

ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયેલાં પાયલોટનું લાઇસન્સ સસ્પેન્ડ:DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, 27 ફેબ્રુઆરીની ઘટના

Team News Updates

ચોમાસું કેરળ પહોંચ્યું, 20થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચશે:થોડા કલાકોમાં કર્ણાટક-તામિલનાડુમાં બારેમેઘ ખાંગા થશે, એક અઠવાડિયા પછી ઉત્તર ભારતમાં એન્ટ્રી

Team News Updates