News Updates
GUJARAT

જસદણ ન્યાયાલય ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો…

Spread the love

જસદણ ન્યાયાલય ખાતે તારીખ ૫ જૂન ના રોજ ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી કે.એન.દવે સાહેબ તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ શ્રી વી.એ.ઠક્કર સાહેબ તથા રજીસ્ટાર શ્રી એમ.બી પંડ્યા સાહેબ તથા જસદણ કોર્ટના તમામ સ્ટાફગણ તેમજ જસદણ કોર્ટના સિનિયર એડવોકેટશ્રી આર.એસ.નાગાણી સાહેબ, નદીમભાઈ ધંધુકિયા, જગદીશભાઈ રોજાસરા તેમજ જસદણ બારના વકીલ સાહેબશ્રીઓએ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધેલ. આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જસદણ કોર્ટ કમ્પાઉન્ડમાં જ કરવામાં આવેલ અને બંને નામદાર મહેરબાન જજ સાહેબો દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેમજ વૃક્ષોના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.જે જસદણના કોર્ટના એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

(જસદણ)


Spread the love

Related posts

તુલસીના છોડ પણ અનેક પ્રકારના હોય છે, ઘરમાં કયા પ્રકારની તુલસી વાવવી જોઇએ?

Team News Updates

એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ, 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવવી પડશે,

Team News Updates

Navsari:2 ટ્ર્ક ફસાઈ 10 મજૂરો સાથે અંબિકા નદીના પૂરમાં

Team News Updates