News Updates
SURAT

સારવારમાં દમ તોડયો:ચાર ધામની યાત્રાએ ગયેલી સુરતની પરિણીતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે સારવાર દરમિયાન મોત, 13 દિવસ પહેલા એર એમ્બ્યુલન્સ મારફત સુરત ખસેડાઈ હતી

Spread the love

પતિ સાથે ચાર ધામની યાત્રા પર ગયેલી સુરતના પાલનપુર પાટિયાની 42 વર્ષીય પરિણીતાને ઉત્તરાખંડમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમને સા૨વા૨ માટે એર એમ્બ્યુલન્સ મારફત સુરત ખસેડવામાં આવી હતી. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બ્રેન સર્જરી બાદ સુરત ખસેડાઇ હતી
પાલનપુર પાટિયા ખાતે રહેતા ડિમ્પલબેન અનિલભાઈ ભજિયાવાલા પતિ સાથે ચારધામની યાત્રા પર ગયા હતા. દરમિયાન 28 મેના રોજ દહેરાદૂનમાં અચાનક તેમની તબિયત લથડી જતાં તેમને ત્યાંની હિમાલય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનો રિપોર્ટ કઢાવ્યા બાદ બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન થયું હતું. તેમની તાત્કાલિક બ્રેન સર્જરી કરવાની જરૂર હોવાથી સર્જરી કર્યા પછી તેમને 31 મેના રોજ ગુજરાત સરકારની એરએમ્બ્યુલન્સમાં સુરત લાવવામાં આવ્યા હતાં. એરએમ્બ્યુલન્સે આ અંતર પોણા પાંચ કલાકમાં કાપ્યું હતું.

સુરત લવાઈ ત્યારે મહિલા બેભાન હતી​​​​​​​
એરપોર્ટ ઓથોરિટી દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી કે, એક ક્રિટિકલ દર્દી ઇમરજન્સીમાં દેહરાદૂનથી એર એમ્બ્યૂલન્સ દ્વારા સુરત આવી રહ્યું છે. જેના કારણે તાત્કાલિક અડાજણ લોકેશનની (એએલએસ ) 108 એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલા ઈએમટી શબ્બીરભાઈ અને પાઇલોટ તેજસભાઈને સંપૂર્ણ વિગત આપી હતી. પેશન્ટ બેભાન હોવાથી વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટરથી સારવાર ચાલુ કરી 108 સેન્ટરના ફિઝીશિયનના સંપર્કમાં રહી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા.

13 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું
​​​​​​​સુરત એરપોર્ટ ૫૨ એર એમ્બ્યુલન્સ આવી ત્યારે ડિમ્પલબેન બેભાન હતા. પહેલા ખટોદરા કેનાલ રોડની ખાનગી હોસ્પિટલમાં અને પછી કતારગામની ખાનગી હોસ્પિટલમાં ડિમ્પલબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 13 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.


Spread the love

Related posts

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Team News Updates

SURAT:તંત્રનું ચેકિંગ માર્કેટો, હોસ્પિટલ, જીમ સહિતની  જગ્યાએ ચેકિંગ 600 કરતાં વધારે દુકાનો સીલ કરાઈ સુરતમાં 

Team News Updates

ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતાં,12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો

Team News Updates