News Updates
MORBI

કપિરાજને પણ પાણીપૂરીનો ચસકો લાગ્યો:પાણીપૂરીની લારી જોઈ કપિરાજના મોઢામાં પાણી આવી ગયું, અનેરું દૃશ્ય જોવા લોકો ટોળે વળ્યા

Spread the love

પાણીપૂરીનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જ જાય છે. એમાંય તે મહિલાઓને તો પાણીપૂરી અતિ પ્રિય હોય છે, માત્ર મહિલાઓ જ નહીં યુવાનો અને બાળકો પણ ઠેર-ઠેર પાણીપૂરીનો સ્વાદ માણતા નજરે પડતા હોય છે. પકોડીનો સ્વાદ જ કંઈક એવો છે કે ભલભલાને તેનો ચસ્કો લાગી જાય. ત્યારે આજે ટંકારાના દયાનંદ ચોકમાં કપિરાજને પાણીપૂરી ખાતા જોઇને નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું.

પાણીપૂરીવાળાએ તરુંત પ્લેટ બનાવી કપિરાજ પાસે મૂકી દીધી ​​​​​
ટંકારાના દયાનંદ ચોક પાસે પાણીપૂરીની લારી ઉભી જોઈ અચાનક જ કુદકા મારતો મારતો કપિરાજ ચડી આવ્યો હતો અને લારી પર આવીને બેસી ગયો હતો. તો આજે આ નવા ગ્રાહકનું આગમન થતાં પાણીપૂરી વેચનારે પણ કપિરાજને તુરંત પકોડીની પ્લેટ બનાવી કપિરાજ પાસે મૂકી દીધી હતી, પછી શું કપિરાજ તો પાણીપૂરીનો સ્વાદ માણવા લાગ્યા હતા. કપીરાજને આ પકોડીનો એવો ચસ્કો લાગ્યો કે એક-એક કરી પાણીપૂરીની આખી પ્લેટ ઉલાળી ગયો. આ અનેરું દ્રશ્ય જોવા લોકો પણ એકત્ર થયા હતા.

નગરજનોમાં કુતુહલ સર્જાયું
કપિરાજ સામાન્ય રીતે કુદાકુદ કરતા હોય ત્યારે લોકો તેને જોતા હોય છે, પરંતુ આજે તો પાણીપૂરી ખાતા જોઇને ટંકારાના નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું અને આરામથી પાણીપુરી ખાતા જોઇને લોકો પણ અચરજ પામ્યા હતા.


Spread the love

Related posts

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates

18 લોકો જુગાર રમતા ઝડપાયા ભાજપ નેતા સહિત:ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહામંત્રી છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ,હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતાં પકડાયેલા તાલુકા

Team News Updates

Morbi:વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ, મોરબીના અનેક વિસ્તારોમાં

Team News Updates