નિયમ મુજબ બંધ નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ, હર કોઈ એવુ નહીં ઈચ્છે કે તેમનો નંબર જતો રહે. કારણ કે, ક્યારેક આ નંબર ખાસ હોય છે, તો ક્યારેક તેની સાથે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ જોડાયેલ હોય છે.
આજકાલ મોટાભાગના લોકો બે સિમનો ઉપયોગ કરે છે. આમાંથી સિમકાર્ડ પરિવાર માટે હોય છે અને બીજુ સીમ બિઝનેસ માટે રાખતા હોય છે. ઘણી વખત આના કરતા વધુ સિમ યુઝ કરવા અથવા બીજુ સિમ માત્ર ઈમરજન્સી તરીકે જ રાખતા હોય છે . જે લોકો બીજું સિમ માત્ર ઈમરજન્સી સમય માટે રાખે છે. તેઓ તેને લાંબા સમય સુધી રિચાર્જ કરવાનું ભૂલી જાય છે.
નિયમ મુજબ બંધ નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ, હર કોઈ એવુ નહીં ઈચ્છે કે તેમનો નંબર જતો રહે. કારણ કે, ક્યારેક આ નંબર ખાસ હોય છે, તો ક્યારેક તેની સાથે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ જોડાયેલ હોય છે.
આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો સિમ બંધ રહે અને રિચાર્જ ન થાય તો કંપનીઓ કેટલા દિવસ સુધીમાં આ નંબર બીજા કોઈને આપી દે છે. આવો જાણીએ આનો સાચો જવાબ.
સિમ ટ્રાન્સફર કરતા પહેલા કંપનીઓ ઘણી મહત્વની બાબતો કરે છે. સૌ પ્રથમ, જ્યારે તમે સિમમાં 60 દિવસ સુધી કોઈ રિચાર્જ નહીં કરો. પછી સિમ નિષ્ક્રિય કરવામાં આવે છે. આ પછી 6 થી 9 મહિનાનો સમય આપવામાં આવે છે. જેથી કરીને તમે નંબર રિચાર્જ કરો અને તેને ફરીથી એક્ટિવેટ કરો.
જો તમે રિચાર્જ કર્યા પછી પણ સિમનો ઉપયોગ નથી કરતા, તો કંપની ઘણી ચેતવણીઓ આપે છે. જો તમે તેમ છતા પણ રિચાર્જ નથી કરતા તો કંપની આખરે સિમ સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. પછી થોડા મહિનામાં આ સિમ નંબર બીજા યુઝરને ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગે છે. એટલે કે એક વ્યક્તિથી બીજામાં સિમ ટ્રાન્સફર કરવામાં આખું વર્ષ લાગે છે.