લીલા શાકભાજી (Vegetables) પછી જો કોઈ ખાદ્યપદાર્થની કિંમત સૌથી વધુ વધી હોય તો તે મસાલા છે. છેલ્લા એક મહિનામાં મસાલાના ભાવમાં (Spices Price) અનેક ગણો વધારો થયો છે.
વરસાદના કારણે દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. જેના કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ પણ બગડી ગયું છે. લીલા શાકભાજી (Vegetables) પછી જો કોઈ ખાદ્યપદાર્થની કિંમત સૌથી વધુ વધી હોય તો તે મસાલા છે. છેલ્લા એક મહિનામાં મસાલાના ભાવમાં (Spices Price) અનેક ગણો વધારો થયો છે. ખાસ વાત એ છે કે છેલ્લા 15 દિવસમાં કેટલાક મસાલાની કિંમત બમણી થઈ ગઈ છે. જેના કારણે દરેક વર્ગના ખિસ્સા પર બોજ વધ્યો છે.
ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો
હિંદુસ્તાન સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ મુજબ, વરસાદને કારણે માત્ર લીલા શાકભાજી જ નહીં પરંતુ મસાલા, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થયો છે. ફુગાવાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જીરું જે ગયા વર્ષે જથ્થાબંધ ભાવમાં 300 રૂપિયા પ્રતિ કિલો હતું તે હવે 700 રૂપિયાથી વધારે ભાવ થયા છે. તેવી જ રીતે, તે છૂટક બજારમાં 1000 થી 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેના કારણે ગ્રાહકોની સાથે વેપારીઓને પણ મુશ્કેલી થઈ રહી છે.
લાલ મરચાના ભાવમાં બમણો વધારો થયો
વેપારીઓનું કહેવું છે કે જીરું આટલું મોંઘું થશે, તેમને અપેક્ષા નહોતી. બીજી તરફ કૃષિ નિષ્ણાતોના મતે આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદને કારણે જીરાના પાકને ભારે અસર થઈ હતી. આ જ કારણ છે કે 2 મહિનામાં જીરું ખૂબ મોંઘું થઈ ગયું. પરંતુ, ચોમાસાના આગમન બાદ અચાનક અન્ય મસાલા પણ મોંઘા થઈ ગયા છે. ખાસ કરીને હળદર અને લાલ મરચાના ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે.
મસાલાના ભાવ
મસાલા ગત વર્ષનો ભાવ જથ્થાબંધ ભાવ છૂટક ભાવ
જીરું 300 700 1000- 1200
હળદર 80-90 160 300
લાલ મરચાં 110-120 260 400
લવિંગ 600 1100 1500-1800
તજ 500 700 1100-1400
સૂકું આદુ 130 500 700-800