News Updates
GUJARAT

અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:’પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’, પિતા સાથે ફોન પર વાત કરી રહેલા દર્શિલ પર એક પછી એક 14 ગાડી ફરી વળી

Spread the love

‘પપ્પા અહીં બહુ જ મજા આવે છે, હું અમેરિકાથી આવીશ એટલે મમ્મી, ભાઇ અને તમે આપણે બધાં ફરીથી અહીં ફરવા આવીશું…’ વીડિયો કોલમાં પિતા સાથે વાત કરતાં આ અંતિમ શબ્દો હતા પાટણના દર્શિલના.. જે પાટણથી અમેરિકા ફરવા તો ગયો પણ પરત ન આવી શક્યો. પિતા સાથે વીડિયો કોલમાં વાત કરતાં જેવો રોડ ક્રોસ કરવા ગયો ને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પરથી નીકળી ગયા.. આટલું જ નહીં દર્શિલના મૃતદેહને પણ વતન નસીબ ન થયું.. આવો વિગતે જાણીએ કાળજું કંપાવી દેતી આ દુ:ખદ ઘટના…

દર્શિલને અમેરિકામાં કાળનો ભેટો થઇ ગયો
ઘટનાની વિગતે વાત કરીએ તો પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો. પરંતુ પરત ફરે તે પહેલાં જ તેને અમેરિકામાં કાળનો ભેટો થઇ ગયો છે.

ચિત્તાની ઝડપે આવતી 14 જેટલી ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ
દર્શિલ ઠક્કર 31 જુલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિંગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું રોડ ક્રોસ કરી લઉ. પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં પણ 14 ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ.. આમ 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોત ભેટ્યો..

મૃતદેહને પણ વતન નસીબ નહીં થાય
દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પી.એમ.ઓ, સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ ત્યાંના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

પુત્ર સાથે પિતાની અંતિમ વીડિયો કોલ પર વાત
મૃતક દર્શિલના પિતા રમેશભાઈ ઠક્કરે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા અને મારા બંને પુત્રોના 10 વર્ષના વિઝિટર વિઝા આવ્યા હતા અને અમારે ત્રણેને સાથે અમેરિકા જવાનું હતું, પરંતુ કોરોના આવી જતા જવાનું કેન્સલ રહ્યું હતું. જેથી 9 એપ્રિલના દર્શિલ એકલો ફરવા ગયો હતો અને 26-9.23ના રોજ પરત આવવાનો હતો. આ અકસ્માત પહેલાં જ મારા દીકરાનો વીડિયો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, પપ્પા હું અમેરિકાથી આવીશ એટલે આપણે બધાં ફરી જઈશું એવી ઈચ્છા હતી. ત્યારબાદ ફોન કટ થઇ ગયો હતો, ફોન પડી ગયો કે શું થયું ખબર ન પડી. બાદમાં મારા મોટા બાબા રિકુંજે દર્શિલને ફોન કર્યો પણ ફોન ઊપડ્યો નહીં એટલે ફરી રિંગ મારી તો બીજા કોઈ ભાઈએ ઉપડ્યો હતો અને જણાવ્યું કે, આ તમારે કોણ થાય છે? તેનો અકસ્માત થયો છે. ત્યારબાદ અમે અમેરિકામાં રહેતા તેના મિત્ર ભાવિનને ફોન કર્યો હતો અને તેને તે સ્થળે જવા કહ્યું હતું. ભાવિન સ્થળ પર પહોંચ્યો ત્યારે અમને ખબર પડી તેનું મોત થયું છે. ત્યારબાદ પોલીસ તેને પી.એમ. માટે લઈ ગઈ હતી.

શું કહે છે પરિવારના સદસ્ય
પરિવારના સભ્ય સતીશ ઠક્કરે જણાવ્યું હતું કે, દર્શિલ વોકિંગમાં નીકળ્યો તેની 15 થી 20 મિનિટ પહેલાં તેના પિતા અને પરિવાર સાથે વીડિયો કોલથી વાત થઈ હતી. ત્યારબાદ તેને થયું કે રેડ સિગ્નલ ચાલુ છે તો હું રોડ ક્રોસ કરી લઈશ. પણ અચાનક રેડ સિગ્નલ ચાલુ થઈ ગયું અને એકાએક 14 જેટલી ગાડી દર્શિલ ઉપર ફરી વળી. તેના ત્યાં રહેતા મિત્રોએ તેને હોસ્પિટલ ખસેડ્યો. હોસ્પિટલથી એવું કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી ગાડિયન્સની સહી નહીં હોય ત્યાં સુધી તમને કોઈ મંજૂરી આપવામાં નહીં આવે. ત્યાંથી તેના પિતા પર ઇમેલ આવ્યો અને તેના પિતાએ સંમતિ આપતા ડૉક્ટરએ બીજા દિવસે તેનું પોસ્ટ મોર્ટમ કર્યું. અમે સરકારને વિનંતી કરી કે તેના મૃતદેહને ભારતમાં લાવવામાં મદદ કરો. વિદેશ મંત્રાલય સાથે વાત કરાવી ઇન્ડિયન એમબીસી સુધી વાત પહોંચાડી. તેમણે કહ્યું કે, ડોક્ટરની પરમિશન આવી જાય પછી તમને ભારત લાવવાની વ્યવસ્થા કરી આપીએ.પરંતુ ગઈકાલે પી.એમ. પત્યા પછી ડોક્ટરનો રિપોર્ટ આવ્યો કે મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. જેથી પરિવારે સાથે રહી નિર્ણય કર્યો કે તેની અંતિમ વિધિ અમેરિકામાં જ કરવામાં આવશે. રવિવારે તેની અંતિમ વિધિ કરવામાં આવશે.


Spread the love

Related posts

ખુશખબર: દેશમાં મફત વીજળી માટેની આ યોજનાને મળી સરકારની મંજૂરી, જાણીલો કઈ રીતે કરશો અરજી

Team News Updates

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Team News Updates

બજારમાં હજારો રુપિયાના કિલો મળતા અખરોટ, હવે સરળતાથી ઘરે જ ઉગાડો

Team News Updates