News Updates
ENTERTAINMENT

પૃથ્વી શોએ ઇંગ્લેન્ડના વન-ડે કપમાં ઈતિહાસ રચ્યો:244 રનની ઈનિંગ રમી, ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

Spread the love

ભારતના બેટર પૃથ્વી શોએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી.

શોએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી અંતે 153 બોલમાં 244 રનની ઇનિંગ રમી. શોએ 28 ફોર અને 11 સિક્સર ફટકારી હતી.

શોએ આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ઓલી રોબિન્સનના 206 (2022માં કેન્ટ માટે)ને પાછળ છોડી દીધો છે.

કારકિર્દીની બીજી બેવડી સદી
મુંબઈના બેટરે તેની લિસ્ટ A કરિયરની બીજી બેવડી સદી ફટકારી છે. તેણે 2020-21 વિજય હજારે ટ્રોફીમાં પુડુચેરી સામે તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ શોએ મુંબઈ માટે અણનમ 227 રન બનાવ્યા હતા. તે પછી ટુર્નામેન્ટમાં ટોપ સ્કોરર હતો.

વન ડે કપમાં નોર્થમ્પટનશાયરનો બીજો ટોપ સ્કોર
નોર્થમ્પ્ટનશાયરએ વન-ડે કપમાં તેમનો બીજો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો. ટીમે આઠ વિકેટે 415 રન બનાવ્યા હતા. 23 વર્ષીય ખેલાડીએ તેની નવમી સદી સાથે ઘણા લિસ્ટ A રેકોર્ડ તોડ્યા હતા. શો ગયા અઠવાડિયે ગ્લુસેસ્ટરશાયર સામે તેના નોર્થમ્પટનશાયર ડેબ્યૂમાં 34 રન પર હિટ-વિકેટ આઉટ થયો હતો.

શો 50 ઓવરની મેચમાં છઠ્ઠો ટોપ સ્કોરર બન્યો
પૃથ્વી શો 50 ઓવરની મેચમાં એટલે કે લિસ્ટ A મેચમાં ટોપ સ્કોર બનાવનાર છઠ્ઠો બેટર બન્યો છે. આ યાદીમાં પહેલું નામ તમિલનાડુના નારાયણ જગદીશનનું છે, જેણે વિજય હજારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 277 રનની ઇનિંગ રમી હતી.

વધુ ચાર ભારતીયો હાલમાં ઇંગ્લેન્ડમાં રમી રહ્યા છે
પૃથ્વી શો આ સિઝનમાં ઇંગ્લેન્ડમાં ક્લબ ક્રિકેટ રમનાર પાંચમો ભારતીય ખેલાડી છે. તેમના પહેલા ચેતેશ્વર પુજારા (સસેક્સ), અજિંક્ય રહાણે (લીસેસ્ટરશાયર), અર્શદીપ સિંહ (કેન્ટ) અને નવદીપ સૈની (વોર્સેસ્ટરશાયર) પણ ઇંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટનો ભાગ રહી ચૂક્યા છે. જોકે, અર્શદીપ, સૈની અને રહાણેએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. પુજારા વન-ડે કપમાં સસેક્સ તરફથી રમી રહ્યો છે.

શોને 2021થી ટીમ ઈન્ડિયામાં તક મળી નથી
પૃથ્વી શો, જેણે ભારતને 2018માં તેની આગેવાનીમાં અંડર -19 વર્લ્ડ કપ જીતાડ્યો, તેણે પણ 2018માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ટેકનિક બોલરોની સામે નબળી દેખાતી હતી. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં શ્રીલંકા સામે ODI તરીકે રમી હતી અને ત્યારથી તે ભારત માટે કોઈ મેચ રમી શક્યો નહોતો.

શોને આ વર્ષે ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ શુભમન ગિલ અને ઈશાન કિશનની હાજરીમાં તેને પ્લેઇંગ-11નો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. હવે T20 ટીમ વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પર રિલીઝ થવાની છે, આવી સ્થિતિમાં IPLની ખરાબ સિઝન બાદ તેને ટીમ ઈન્ડિયામાં તક મળે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.


Spread the love

Related posts

રાજકુમાર મીના કુમારીને જોઈને ડાયલોગ્સ ભૂલી જતા હતા:કૂતરાના જવાબ પર રામાનંદ સાગરની ફિલ્મ નકારી, ધર્મેન્દ્રએ કોલર પકડ્યો હતો

Team News Updates

શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કેમ થાય છે,જાણો શું છે કારણ

Team News Updates

તમીમ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:અફઘાનિસ્તાન સામે છેલ્લી મેચ રમી; પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈ ગયો

Team News Updates