ભારતમાં ચાર મહિનામાં જ કોરોનાનો 18,000 ટન મેડીકલ વેસ્ટ ભેગો થયો

0
113
  • એકલા સપ્ટેમ્બરમાં જ 5500 ટન કચરો જમા : સૌથી વધુ મહારાષ્ટ્રમાં


ભારતમાં છેલ્લા ચાર મહિનામાં કોવિડ-19 સંબંધિત 18,006 ટન બાયોમેડિકલ કચરો જમા થયો હતો જેમાં મહારાષ્ટ્રનો સૌથી વધુ 3,587 ટન કચરાનો સમાવેશ થાય છે, એમ સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રલ બોર્ડ (સીપીસીબી)ના ડેટામાં જણાવાયું હતું. છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ 5,500 ટન કોવિડ-19નો કચરો સપ્ટેમ્બરમાં જમા થયો હતો.


સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના ડેટા અનુસાર જૂનથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારોમાંથી કોવિડ-19 સંબંધિત 18,006 ટન કચરો જમા થયો હતો જેનો 198 કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી (સીબીડબ્લ્યુટીએફ) દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.


કોવિડ-19 બાયોમેડિકલ કચરામાં પીપીઇ કિટ્સ,શૂ કવર, ગ્લોવ્ઝ, હ્યુમન ટિશ્યૂસ, બ્લડ બેગ્સ, નીડલ્સ, બોડી ફ્લૂઇડ વગેરે લોહી સંબંધિત વસ્તુઓ, કોટન સ્વેબ્સ, પ્લાસ્ટર કોસ્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં જૂનથી ચાર મહિનામાં કોવિડ-19નો સૌથી વધુ 3,587 ટન કચરો જમા થયો હતો, જ્યારે તમિળનાડુમાં 1,737 ટન, ગુજરાતમાં 1,638 ટન, કેરળમાં 1,516 ટન, ઉત્તર પ્રદેશમાં 1,432 ટન, દિલ્હીમાં 1,400 ટન, કણર્ટિકમાં 1,380 ટન અને પશ્ર્ચિમ બંગાળમાં ,1000 ટન કચરો જમા થયો હતો.


સપ્ટેમ્બરમાં સૌથી વધુ અંદાજે 5,490 ટન કચરો જમા થયો હતો જેમાં ગુજરાતનો 622 ટન, તમિળનાડુનો 543 ટન, મહારાષ્ટ્રનો 524 ટન, ઉત્તર પ્રદેશનો 507 ટન અને કેરળનો 494 ટન, દિલ્હીના 382 ટન કચરાનો સમાવેશ થાય છે.


ઓગસ્ટમાં અંદાજે 5,240 ટન કોવિડ-19નો કચરો જમા થયો હતો જેમાં મહારાષ્ટ્રના 1,359 ટન, કેરળ અને કણર્ટિકમાં 588-588 ટન કચરો ભેગો થયો હતો.
જુલાઇમાં દેશમાં 4,253 ટન કચરો ભેગો કરાયો હતો જેમાં મહારાષ્ટ્રનો 1,180 ટન, કણર્ટિકનો 540 ટન અને તમિળનાડુનો 401 ટન કચરાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here