ગુજરાતમાં ગરબા પર પ્રતિબંધ, પણ મેડાગાસ્કરમાં ગુજરાતીઓએ ધૂમ મચાવી, ટ્રેડિશનલ લૂકમાં હટકે અંદાજ

0
153
  • કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યને ભારતીય એમ્બેસેડરે ટ્વીટ દ્વારા લોકોને શેર કર્યું હતું

નવરાત્રીનો તહેવાર વિશ્વભરમાં ગુજરાતીઓની એક અલગ જ ઓળખ ઉભી કરે છે. જોકે આ વર્ષે કોરોના મહામારીએ સમગ્ર તહેવારો પર ગ્રહણ લગાવી દીધો છે. ભારતમાં તો મોટાભાગના તહેવારો પર સુરક્ષાને પગલે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ ત્યાં થઈ રહેલી ગરબાની ઉજવણીના કેટલાક ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ગઈકાલે ઈસ્ટ આફ્રિકાના મેડાગાસ્કરમાં ગરબાની રમઝટ જામી હતી, જ્યાં ગુજરાતી ખેલૈયાઓની સાથે વિદેશી ગોરીઓ પણ ગરબે ઘુમી હતી. આ દ્રશ્યને ભારતીય એમ્બેસેડરે કેમેરામાં કેદ કરી ટ્વીટ દ્વારા લોકોને શેર કર્યું હતું.

મેડાગાસ્કરમાં ગુજરાતીઓની મોજ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબાની રમઝટ
નવરાત્રિનો તહેવાર ગુજરાતીઓને એટલો પસંદ છે કે આ 9 દિવસ ભલે તે દેશમાં હોય કે વિદેશમાં ગુજરાતીઓને ગરબે ઘૂમવા તો જોઈએ જ. અને ગુજરાતીઓની બીજી ખાસિયત એ છે કે તે આસપાસના લોકોને પણ ગરબે ઘૂમવા માટે મજબૂર કરી દે છે. તો બીજી તરફ વિદેશી ગોરીઓમાં પણ ગરબા રમવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મેડાગાસ્કરમાં પણ આવો જ કઈક નજારો જોવા મળ્યો હતો. અહીં ગરબાની સાથે ગઈકાલે અહીં એક હિન્દુ મંદિર હોલનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. મેડાગાસ્કરમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે, જેમાથી મોટાભાગના ગુજરાતીઓ છે. વીડિયોમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેલી ગરબાની મજા માણતા જોવા મળ્યા છે.

વિદેશી ધરતી પર દેશી રંગ, ગરબાની તાલે ઝુમ્યાં ખેલૈયા
આ સિવાય અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ સહિતના દેશોમાં પણ ગુજરાતીઓ ગરબાની તાલે ઝુમતા જોવા મળ્યા હતા. અહીં વસેલા ગુજરાતીઓ નવરાત્રી માટે સ્પેશિયલ હોલ તેમજ પાર્ટીપ્લોટ બુક કરાવી વિદેશી મિત્રોને સાથે લઈ ગરબે ગુમતા જોવા મળે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીએ તમામની મજા ફિક્કી કરી નાખી છે. દેશભરમાં કોરોનાને પગલે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે વિદેશના કેટલાક દેશોમાં ગરબાની મંજૂરી મળતા ત્યાર વસેલા ગુજરાતીઓમાં એક અનેરો આનંદ છલકાયો છે.

ખેલૈયાઓની ગ્રાઉન્ડ નહીં તો ઘરે જ ગરબાની રમઝટ
ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે નવરાત્રીમાં ગરબાની રમઝટ જોવા નહીં મળે. પરંતુ ગણતરીના લોકો સાથે માતાજીની આરતી કરી શકાય છે. ત્યારે નવરાત્રીના પહેલા દિવસથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં સોસાયટી, મોહલ્લા, પોળ, મંદિરમાં માતાજીની સ્થાપના આરતી સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગ અને કોવિડની ગાઈડલાઈન સાથે ભક્તિભાવ પૂર્વક નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ગ્રાઉન્ડમાં નહીં રમાય તો લોકોએ ઘરને જ ગ્રાઉન્ડ બનાવીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. પોતાના પરિવાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેલી ખેલૈયાઓ માતાજીની આરતી કર્યા બાદ ગરબે ગુમ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ જિલ્લાઓમાં લોકોએ અલગ-અલગ અંદાજમાં 2020ની નવરાત્રીની શરૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here