2001માં આઈપોડના લોન્ચથી એપલ થયો મોબાઈલ; 1934માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ છોડી

0
60

એપલે આજથી 19 વર્ષ પહેલા એટલે કે 23 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ આઈપોડ લોન્ચ કર્યુ હતું. અહીંથી એપલના મોબાઈલ ડિવાઈસની સફર શરૂ થઈ અને આજે તે સૌથી મોટા સ્માર્ટફોન નિર્માતાઓમાંથી એક છે.

વાત 1997ની છે. સ્ટીવ જોબ્સ એપલમાં સીઈઓ તરીકે પરત આવ્યા જ હતા. ડેસ્કટોપ માર્કેટ પર માઈક્રોસોફ્ટનો કબજો હતો. એપલ પાસે કોઈપણ લોકપ્રિય પ્રોડક્ટ નહોતી અને તે દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી. એવામાં આશા માત્ર નવા ડિવાઈસથી જ હતી. 1990ના દાયકામાં હેન્ડહેલ્ડ એમપી3 પ્લેયર્સ માર્કેટમાં આવી ગયા હતા. સ્ટીવ જોબ્સને લાગતું હતું કે ઉપયોગમાં આસાન નથી. એપલે પોર્ટેબલ એમપી3 પ્લેયર બનાવવા જોઈએ. જોબ્સના મતે એપલના પોર્ટેબલ એમપી3 પ્લેયર આઈટ્યુન્સ સાથે લિન્ક થાય, જેથી તે મેક કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહેલા લોકોને આકર્ષિત કરે. શરૂઆતની ડિઝાઈનમાં માત્ર બે પોઈન્ટ્સ રાખ્યા હતા. 1.8 ઈંચની જગ્યામાં 5જીબી હાર્ડ ડ્રાઈવનો ઉપયોગ કરવાનો હતો, જે તોશીબા બનાવતી હતી.

બધા એન્જિનિયર મેકને અપગ્રેડ કરવામાં વ્યસ્ત હતા ત્યારે ડિઝાઈન કન્સલ્ટન્ટ તરીકે ફિલિપ્સના ટોની ફૈડલને લાવવામાં આવ્યા. છ સપ્તાહમાં ત્રણ પ્રોડક્ટ મોડેલ ડિઝાઈન થયા. જોબ્સને પસંદ પણ આવ્યા. તેમણે ફૈડલને પોર્ટેબલ મ્યુઝિક ડિવાઈસ ટીમના ઈનચાર્જ બનાવી દીધા. તેઓ ઈચ્છતા હતા કે 2001ની ક્રિસમસ શોપિંગ લિસ્ટમાં આ ડિવાઈસ સામેલ રહે. સમય ઓછો હતો તેથી મોટાભાગના કમ્પોનન્ટ્સ બહારથી ખરીદ્યા. નામ રાખવા માટે ફ્રિલાન્સ રાઈટર વિની શિકોને હાયર કરવામાં આવ્યા. તેમણે જ તેને આઈપોડ નામ આપ્યું, જે સ્ટારટ્રેકથી પ્રેરિત હતું. 23 ઓક્ટોબર, 2001ના રોજ આ પ્રોડક્ટ ઔપચારિક રીતે લોન્ચ થઈ અને નવેમ્બર 2001માં પ્રથમ આઈપોડની ડિલિવરી થઈ. છ વર્ષમાં જ 10 કરોડથી વધુ આઈપોડ વેચાઈ ચૂક્યા હતા. તેના પછી જે થયું, એ ઈતિહાસ છે. આઈપેડ્સ, આઈવોચ અને આઈફોને પોતપોતાના સેગમેન્ટ્સમાં ધાક જમાવી છે.

આજની તારીખને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છેઃ

 • 1707ઃ ગ્રેટ બ્રિટન સામ્રાજ્યની સંસદની પ્રથમવાર લંડનમાં બેઠક થઈ.
 • 1760ઃ ઉત્તર અમેરિકામાં યહુદી પ્રાર્થનાનું પ્રથમ પુસ્તક મુદ્રિત થયું.
 • 1764ઃ મીર કાસિમ બક્સરની લડાઈમાં પરાજિત થયો.
 • 1814ઃ વિશ્વની પ્રથમ પ્લાસ્ટિક સર્જરી ઈંગ્લેન્ડમાં કરવામાં આવી.
 • 1910ઃ બીએસ સ્કોટ અમેરિકામાં એકલા વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા બન્યા.
 • 1934ઃ મહાત્મા ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા પદેથી રાજીનામું આપ્યું.
 • 1941ઃ જર્મન સરકારે યહુદીઓના ઉત્પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો.
 • 1943ઃ નેતાજી સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિન્દ ફોજમાં ઝાંસી કી રાની બ્રિગેડની સ્થાપના કરી.
 • 1946ઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ન્યૂયોર્કમાં પ્રથમવાર બેઠક યોજાઈ.
 • 1954ઃ પશ્ચિમ જર્મની નાટો સંમેલનમાં સામેલ થયું.
 • 1956ઃ સોવિયેત શાસનના અંતની માગ કરતા, હજારો લોકો બુડાપેસ્ટ, હંગેરીમાં માર્ગો પર ઉતરી આવ્યા.
 • 1989ઃ હંગેરી, સોવિયેત સંઘથી 33 વર્ષ પછી આઝાદ થઈને ગણરાજ્ય બન્યું.
 • 1998ઃ જાપાને દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી પોતાની પ્રથમ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યુ.
 • 2001ઃ ચેચન અલગતાવાદીઓએ મોસ્કોમાં લગભગ 700 સંરક્ષક અને કલાકારોને બંધક બનાવ્યા.
 • 2004ઃ જાપાનમાં આવેલા ભૂકંપે 85000 લોકોને ઘરવિહોણા કરી દીધા.
 • 2011ઃ તુર્કીના વાન પ્રાંતમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 582 લોકોનાં મોત થયા અને હજારો ઘાયલ થયા.
 • 2013ઃ ચીન અને ભારતે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક સીમા રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here