સામાન્ય વીમા કવર કરતાં OPD હેલ્થ ઈન્શ્યોરન્સ વધુ ફાયદાકારક રહેશે, તેનાથી સારવારના ખર્ચનો ભાર ઓછો થઈ જશે

0
211
  • તેમાં મેડિકલ સલાહ અને કોઈ બીમારી માટે વ્યક્તિના સ્વાસ્થ્યની તપાસ ફી પણ કવર કરવામાં આવે છે
  • દવાઓના ખર્ચની સાથે તેમાં નાની સારવાર પણ કવર થાય છે

કોરોના મહામારીના કારણે લોકો હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજી ગયા છે. તેના કારણે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેનારા લોકોની સંખ્યા છેલ્લા કેટલાક મહિનામાં ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં જો તમે પણ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનું વિચારી રહ્યા છો તો રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેવાની જગ્યાએ OPD (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. જાણો OPD હેલ્થ ઈન્શ્યોરન્સ વિશે.

OPD કવર લેવાના ફાયદા
રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર માત્ર હોસ્પિટલમાં દાખલ થવા પર મળે છે. OPD અને ડેન્ટલ કેર ખર્ચનો મોટાભાગની કંપનીઓ તેમની પોલિસીમાં સામેલ નથી કરતી. OPD કવરમાં પોલિસી હોલ્ડરને સામાન્ય તાવ, દાતની સારવાર, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, એન્યુઅલ હેલ્થ ચેક-અપ અને ડોક્ટરની ફી ઉપરાંત દવાઓ, કોન્ટેક્ટ લેન્સ, ચશ્મા વગેરેનો ખર્ચ કવર મળે છે. OPD હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત જો મેડિકલ કન્સલટેશન માટે હોસ્પિટલ જાવ છો તો ઈન્શ્યોરન્સ કવર મળી જાય છે. ​​​​​​​

કવરમાં કઈ વસ્તુઓ હોય છે કવર?
તેમાં મેડિકલ સલાહ અને કોઈ બીમારી માટે વ્યક્તિના સ્વાસ્થ્યની તપાસ ફી સામેલ છે. તેમાં x-ray, બ્રેન, અને બોડી સ્કેન અને દવાઓ સામેલ રહે છે. તે ઉપરાંત માઈનર સર્જરી જેમ કે, POP, એક્સિડન્ટ માટે ડ્રેસિંગ અને પ્રાણી કરડવા પર OPDની પ્રક્રિયા પર કવર મળે છે. ​​​​​​​

કેવી રીતે ક્લેમ કરી શકાય છે
OPD ખર્ચનો દાવો કરવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને મેડિકલ ખર્ચની વિગતો પોલિસીધારકને આપવાની હોય છે. જો કે, મોટાભાગની કંપનીઓ OPD ખર્ચની રકમ કુલ વીમા રકમથી ઓછી નક્કી કરે છે. જો 3 લાખ રૂપિયાનો હેલ્થ ઈન્શ્યોરન્સ છે તો વીમા કંપનીઓ 8થી 10 હજાર રૂપિયા OPD પર ખર્ચ કરવાનું નક્કી કરે છે. ​​​​​​​

તેનું પ્રીમિયમ વધારે હોય છે
જો કે, રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની સરખામણીએ OPD કવર પોલિસી ફાયદાકારક છે, પરંતુ તેના માટે તમારે વધારે પ્રીમિયમની ચૂકવણી કરવાની રહેશે. આ પ્રીમિયમ 20થી 30% જેટલું વધારે હોઈ શકે છે.

ટેક્સ છૂટનો લાભ
રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની સરખામણીએ OPD કવર હેલ્થ પોલિસી લેવા પર પોલિસી હોલ્ડર વધુ ટેક્સ છૂટનો લાભ લઈ શકે છે. ઈન્કમ ટેક્સ સેક્શન 80D અંતર્ગત પોલિસી લેનાર ડોક્ટરની ફી અને દવાઓના બિલ પર પણ ટેક્સ છૂટનો લાભ લઈ શકે છે. જો કે, જન્મજાત ગંભીર બીમારીઓ માટે તેમાં કવર નથી મળતું.

આટલી વાતનું ધ્યાન રાખવું
એ વાતનું ધ્યાન રાખો કે, જરૂરી નથી કે, OPD કવરમાં તમામ ડે-કેર પ્રક્રિયા સામેલ હોય, તેથી તમે જેની પાસેથી ઈન્શ્યોરન્સ લીધો છે, તેને ચેક કરી લો કે કેટલું બેનિફિટ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here