ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહના અપક્ષ ઉમેદવારો 4 બેઠકો પર ઊભા રહેશે

0
96
  • વાઘેલાએ પોતાના ઉમેદવારોને જુદાં-જુદાં પ્રતીકો સાથે મેદાને ઉતાર્યાં
  • કોંગ્રેસે શંકરસિંહ પર પ્રહાર કરી તેને ભાજપની બી ટીમ ગણાવી

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠમાંથી ચાર બેઠકો પર પોતાના પ્રજાશક્તિ મોરચા સમર્થિત અપક્ષ ઉમેદવારો ખડા કર્યાં છે. અબડાસા, મોરબી, ડાંગ અને કપરાડા બેઠક પર વાઘેલાએ પોતાના ઉમેદવારો મૂક્યા છે. હાલ વાઘેલા આ ચારેય ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પણ કરી રહ્યાં છે.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે શંકરસિંહ વાઘેલા પેટાચૂંટણીમાં ભાજપના બૂથ એજન્ટની માફક કામ કરી રહ્યા છે. તેઓ ભાજપની બી ટીમની જેમ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. તેઓ દારૂબંધી દૂર કરીને ગુજરાતના યુવાનોને નશાખોરી અને દારૂના રવાડે ચડાવવા માંગે છે કે શું અને આ એજન્ડામાં ભાજપના છૂપા આશીર્વાદ છે કે શું તે મારે તેમને પૂછવું છે.

અબડાસા બેઠક પર વાઘેલાએ કેશુભાઇ પટેલની જૂની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીના ચૂંટણી પ્રતીક બેટ સાથે હનીફ પડ્યારને ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયો ઉપરાંત પાટીદારો, દલિતો અને મુસ્લિમ મતો ખૂબ મોટી સંખ્યામાં છે. જ્યારે મોરબી બેઠક પર સતવારા સમાજના વસંત પરમારને ઊભા રાખ્યા છે જે ટ્રેક્ટર ચલાવતા ખેડૂતના નિશાન સાથે ચૂંટણી લડે છે. આ ઉપરાંત ડાંગમાં મનુભાઇ ભોયેને શેરડી અને ખેડૂતના નિશાનથી ઊભા રાખ્યા છે. ઊભા રાખ્યા છે. જ્યારે કપરાડા બેઠક પર ભાજપના અસંતુષ્ટ અને ભાજપ વતી લડીને 2012માં વિધાનસભા હારેલા પ્રકાશ પટેલને ટીકીટ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here