આરોગ્ય સેતુ એપ કોણે અને કેવી રીતે બનાવી એની માહિતી ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય-NICને નથી

0
95

કેન્દ્રીય માહિતી કમિશને નેશનલ ઇન્ફોરોમેટિક્સ સેન્ટર(NIC), નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન(NeGD) અને સૂચના ટેક્નોલોજી મંત્રાલયના કેન્દ્રીય સાર્વજનિક માહિતી અધિકારીઓને કારણદર્શક નોટિસ મોકલી છે. લાઈવલોના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય સાર્વજનિક માહિતી અધિકારીઓ દ્વારા આરોગ્ય સેતુને બનાવવાને લઈને દાખલ કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફોર્મેશન(RTI) અરજીનો જવાબ ટાળવા બદલ આ નોટિસ આપવામાં આવી છે.

કેન્દ્રીય માહિતી કમિશને આ નોટિસ અરજકર્તા સૌરવ દાસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ મોકલી છે. સૌરવે તેની ફરિયાદમાં કહ્યું છે કે રાષ્ટ્રીય NIC, નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય સેતુ બનાવવાની પ્રક્રિયા, એના નિર્માણ સાથે સંબંધિત ફાઈલો વગેરેની માહિતી આપવામાં આવી નથી. આ સિવાય એપ બનાવવામાં અને યુઝર્સનો પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ થશે નહિ, એ અંગે ઓડિટ આપવામાં કોણે ઈનપુટ આપ્યું, એની પણ માહિતી આપવામાં આવી નથી.

શું મળ્યો જવાબ
દાસની RTIના જવાબમાં NICએ કહ્યું છે કે તેને એપના નિર્માણ વિશે માહિતી નથી. NICને એપના ડેવલપર તરીકેની ક્રેડિટ આપવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સે કહ્યું છે કે આ અંગેની માહિતી તેના વિભાગ સાથે સંબંધિત નથી.

જ્યારે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે કેન્દ્રીય સાર્વજનિક માહિતી અધિકારીઓએ કહ્યું, જ્યાં એપ્લિકેશનના નિર્માણની માહિતી મળે છે એના માટે સ્પષ્ટીકરણ ન આપી શકાય. લાઈવલોના રિપોર્ટ મુજબ, મંત્રાલયે એ પણ કહ્યું છે કે એ ન જણાવી શકાય કે એપ કઈ રીતે બનાવવામાં આવી છે. આ સિવાય તેણે જણાવ્યું છે કે એના નિર્માણ અંગેની કોઈપણ માહિતી તેની પાસે નથી. મંત્રાલય માત્ર એ જ કહી શકે છે કે આ એપને નીતિ આયોગનાં સૂચનો મુજબ બનાવવામાં આવી છે.

24 નવેમ્બર સુધી આપવો પડશે જવાબ
કેન્દ્રીય માહિતી આયોગે આ જવાબને અત્યંત અસંગત ગણાવ્યો. આયોગે પૂછ્યું છે કે આ અંગે જવાબ ન આપવા બદલ શા માટે તેમને માહિતીને રોકવા માટેની RTI અધિનિયમની કલમ 20 અંતર્ગત દંડ ન કરવામાં આવે. આયોગે આ નોટિસનો જવાબ 24 નવેમ્બર સુધીમાં આપવાનો સમય આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here