News Updates
GUJARAT

હવે ChatGPT જોઈ, સાંભળી અને બોલી શકશે:કંપની આગામી બે અઠવાડિયામાં પ્લસ અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે આ ફીચરને કરશે રોલ આઉટ

Spread the love

OpenAI ના ચેટબોટ ‘ChatGPT’ હવે જોઈ, સાંભળી અને બોલી શકશે. OpenAIએ હાલમાં જ જણાવ્યું હતું કે, ‘અમે ચેટજીપીટીમાં નવી વૉઇસ અને ઈમેજ ક્ષમતાઓ રજૂ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. આ ફીચર દ્વારા ChatGPT તમારી સાથે પોતાના અવાજમાં વાત કરી શકશે.

આ સાથે, જો તમે કોઈ ઈમેજ અપલોડ કરો છો, તો ChatGPT તમને ઈમેજ સંબંધિત વિગતો જણાવશે. ધારો કે મુસાફરી કરતી વખતે તમે કોઈ જાણીતી ઈમારત સામેથી પસાર થઈ રહ્યા છો. જેવી તમે તે બિલ્ડીંગની ઈમેજ અપલોડ કરશો કે તરત જ ChatGPT તમને તેનાથી સંબંધિત તમામ માહિતી આપશે.

સુવિધાઓ આગામી બે અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે
કંપનીએ કહ્યું કે પ્લસ અને એન્ટરપ્રાઇઝ યુઝર્સને આગામી બે અઠવાડિયામાં આ નવા ફીચર્સ મળશે. ભારતમાં પ્લસનું માસિક સબ્સ્ક્રિપ્શન રૂ 1,999 છે. ChatGPT આ સુવિધાને એન્ડ્રોઇડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્સ માટે રોલ આઉટ કરશે.

ChatGPT ફોટો જોયા પછી પ્રશ્નોના જવાબ આપી શકશે OpenAIએ પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં, કંપનીએ બતાવ્યું છે કે ફોટા શેર કરતી વખતે યુઝર્સ કેવી રીતે પ્રશ્નો પૂછી શકે છે. યુઝરે પૂછ્યું, ‘મારી બાઇકની સીટ નીચે કરવામાં મને મદદ કરો.’ જેના જવાબમાં ChatGPT એ સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

ફોટો જોયા પછી યોગ્ય સાધનો વિશે માહિતી આપી
યુઝરે ટૂલ બોક્સનો ફોટો શેર કર્યો અને ચેટજીપીટીને પૂછ્યું, ‘આ રહ્યું મારું મેન્યુઅલ અને ટૂલ બોક્સ, શું મારી પાસે યોગ્ય ટૂલ્સ છે?’ જવાબમાં, ChatGPTએ લખ્યું, ‘હા, તમારી પાસે યોગ્ય સાધન છે.

તમારા ટૂલબોક્સના ડાબા વિભાગમાં ‘DEWALT’ લેબલવાળો એક સેટ છે. તે સેટની અંદર 4MM એલન (હેક્સ) કી શોધો અને સીટ નીચે કરો.’


Spread the love

Related posts

Made in India ઈન્ટરનેટ બ્રાઉઝર થયું લોન્ચ, મોબાઈલ ફોનમાં કરશે કામ, આ મામલે તોડ્યો રેકોર્ડ

Team News Updates

PATAN:જામીન કોર્ટે ફગાવ્યાં પાટણમાં સગી દિકરી પર સાત વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર પિતાનાં

Team News Updates

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ:વલસાડ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી, જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાઈ

Team News Updates